અંબાજી મંદિર દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે.અંબાજી મંદિર ઉપર નાના-મોટા 358 સુવર્ણ કળશ લાગેલા હોવાથી આ મંદિરને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે. દિવાળીનું પર્વ ચાલી રહ્યો છે ત્યારે અંબાજી મંદિરને પણ સુંદર લાઇટિંગ દ્વારા શણગારવામાં આવ્યુ છે. દિવાળીના દિવસે અંબાજી મંદિરમાં સાંજે આરતીના સમયે વર્ષોથી ચાલી આવતી પરંપરા જોવા મળી હતી. અંબાજી મંદિરમાં સાંજની આરતીના સમયે મશાલ આવે છે ત્યારબાદ માતાજીની ગાદી પરથી 2 મેર મેરાયા માતાજી સમક્ષ લઇ જવામા આવ્યા હતા.
દિવાળીના દિવસે મેર મેરાયું કરવાની પરંપરા છે. આજે પણ અનેક ગામડામાં આ પરંપરા જળવાઇ રહી છે. મેરાયા પાછળ અનેક કથા અને વાર્તા છે. દિવાળીનાં દિવસે શેરડીમાંથી મેરાયું તૈયાર કરવામાં આવે છે.દિવાળીનાં દિવસે મેરાયું બનાવવામાં આવે છે. મેખ મેરાયું પણ કહે છે. મેખ મેરાયા સાથે અનેક માન્યતા અને કથા જોડાયેલી છે.દિવાળીનાં દિવસોમાં મેરાયું બનાવવામાં આવે છે. મેરાયુ મશાલ જેવું હોય છે. મેરાયું શેરડીનાં સાંઠામાંથી બનાવવામાં આવે છે. શેરડીનાં સાંઠામાંથી બે ફૂટનો કટકો કરવામાં આવે છે. બાદ સાંઠામાં ઉપરથી ચાર ભાગ કરવામાં આવે છે. આ ચાર ભાગમાં માટીનું કોડિયું રાખવામાં આવે છે. કોડિયામાં ઘી, તલ, વાટ મુકવામાં આવે છે. બાદ દીવો પ્રગટાવવામાં આવે છે.
અંબાજી મંદિરમાં દિવાળીના દિવસે સાંજે આરતીના સમયે 2 મેરાયા માતાજીના ગર્ભગૃહમા લઈ જવા આવ્યા હતા, ત્યારબાદ અંબિકેશ્વર મહાદેવ, સિદ્ધિ વિનાયક મંદિર અને ભૈરવજી પાસે મેરાયુ લઈ જવાયું હતું, દરેક જગ્યા ઉપર મેરાયુમા ઘી પુરવામા આવે છે.