અમદાવાદમાં વહેલી સવારે સિંધુ ભવન માર્ગ પર અકસ્માત સર્જાયો હતો. મોંઘીદાટ લક્ઝરી કારો વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. પરોઢીયે 3.26 કલાકે આ અકસ્માત સર્જાયો હતો. નબીરાઓ વચ્ચે રેસિંગની શરત લાગી હતી. બેફામ કાર હંકારીને અકસ્માત સર્જાયો હતો.
મળતા અહેવાલ પ્રમાણે રિશીત પટેલ નામનો યુવાન મર્સિડીઝ ચલાવી રહ્યો હતો તો બીજી તરફ ઓડી કાર કોણ ચલાવતું હતુ, તે હવે તપાસનો વિષય છે. જો કે ચિંતાનો વિષય એ છે કે આ રેસિંગના ચક્કરમાં કોઈ જાન હાની થઈ હોત તો શું? આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે, હજુ તથ્ય પટેલ અકસ્માતની શાહી સુકાઈ નથી ત્યાં આ કાર રેસમાં જો કોઈ મોટા પાયે જાન હાની થઈ હોતતો તેના જવાબદાર કોણ? ઉલ્લેખનીય છે કે શું નબીરાોને કોઈ કડક સજા થશે કે નહીં તે હવે આવનારા દિવસોમાં જોવાનું રહ્યું.