ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધને એક મહિનાથી વધુ સમય થઈ ગયો છે. E દરમિયાન, ગાઝામાં એક પછી એક હોસ્પિટલો બંધ થઈ રહી છે, જેના કારણે દર્દીઓના મોત થઈ રહ્યા છે. તેનું સૌથી મોટું કારણ ફ્યૂલનો અભાવ છે. આ પછી ઇઝરાયલની સેનાએ અલ-શિફા હોસ્પિટલમાં 300 લીટર ફ્યૂલ પહોંચાડ્યું હતું. સેનાએ દાવો કર્યો હતો કે આ દરમિયાન હમાસે પણ તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો.
ઇઝરાયલની સેનાએ દાવો કર્યો છે કે તેને હમાસના એક આતંકીના સામાનમાંથી હિટલરનું પુસ્તક મેઈન કેમ્ફ મળી આવ્યું છે. તેમણે કહ્યું કે આ પુસ્તકમાં ઘણી નોંધ પણ લખવામાં આવી છે. સેનાએ કહ્યું કે હિટલરની વિચારધારાને અનુસરીને હમાસ યહૂદીઓને નફરત કરવાનું શીખે છે અને ગાઝામાં આ માનસિકતા ફેલાવે છે.
ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધને એક મહિનાથી વધુ સમય થઈ ગયો છે. ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સ (IDF) ગાઝા પર સતત હુમલા કરી રહી છે. રવિવારે, ઇઝરાયલી વાયુસેનાએ સંયુક્ત રાષ્ટ્રના કમ્પાઉન્ડ પર હવાઈ હુમલો કર્યો હતો. UNએ એક નિવેદનમાં કહ્યું- ગાઝામાં અમારી ફેસિલિટી પર હુમલો કરવામાં આવ્યો છે. આમાં ઘણા લોકોના મોત થયા છે. જેમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. આ તમામ પેલેસ્ટિનિયન શરણાર્થીઓ હતા જેમણે અહીં આશ્રય લીધો હતો. ઇઝરાયલે હજુ સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.