વર્લ્ડકપ 2023માં ખરાબ પ્રદર્શન બાદ શ્રીલંકાની મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. અગાઉ આઈસીસીએ શ્રીલંકન સરકારની દખલગીરીને કારણે તેનું સભ્યપદ રદ કર્યું હતું અને હવે શ્રીલંકાની સરકાર ફરી એકવાર વિવાદોમાં ફસાઈ ગઈ છે. , શ્રીલંકાના પૂર્વ કેપ્ટન અને વર્તમાન સરકારના નેતા અર્જુન રણતુંગાએ BCCI સેક્રેટરી જય શાહ પર પાયાવિહોણા આરોપ લગાવ્યા હતા. જે બાદ વિવાદ સર્જાયો હતો. હવે તેમના નિવેદન બાદ ખુદ શ્રીલંકન સરકારે જય શાહની માફી માંગવી પડી છે. સરકારે પણ રણતુંગાના આ નિવેદનની નિંદા કરી છે.
CCએ શ્રીલંકા ક્રિકેટની સદસ્યતા રદ કર્યા બાદ રણતુંગાએ જય શાહ પર આરોપ લગાવ્યા હતા. તેણે કહ્યું હતું કે શ્રીલંકન ક્રિકેટ BCCI સેક્રેટરી દ્વારા ચલાવવામાં આવે છે. તેના દબાણને કારણે શ્રીલંકન ક્રિકેટની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. તેણે કહ્યું હતું કે એક ભારતીય વ્યક્તિ શ્રીલંકન ક્રિકેટને બરબાદ કરી રહ્યો છે કારણ કે તેના કાકા દેશના ગૃહમંત્રી છે. હવે આ નિવેદન બાદ રણતુંગા પોતે જ બદનામ થયા છે જ્યારે શ્રીલંકાના એક મંત્રી કંચના વિજેસેકેરાએ શ્રીલંકાની સંસદમાં જય શાહનું નામ લઈને માફી માંગી હતી.
શ્રીલંકાની સંસદમાં મંત્રી વિજેસેકરાએ કહ્યું, ‘સરકાર તરીકે અમે આ નિવેદનની નિંદા કરીએ છીએ અને એશિયન ક્રિકેટ કાઉન્સિલના ચીફ જય શાહની માફી માંગીએ છીએ. અમે તેમની સામે કે કોઈ દેશ સામે અમારી ખામીઓને દોષ આપી શકીએ નહીં. આ સંપૂર્ણપણે ખોટી વિચારસરણી હતી.’ શુક્રવારે શ્રીલંકાની સંસદમાં આને લઈને ઘણો વિવાદ થયો હતો. મંત્રીઓ વિજેસેકરા અને હરિન ફર્નાન્ડોએ ખુલ્લેઆમ માફી માંગી તેણે આઈસીસી દ્વારા શ્રીલંકા ક્રિકેટને સસ્પેન્ડ કરવા માટે આંતરિક મુદ્દાઓને જવાબદાર ગણાવ્યા છે.