મણિપુરમાં અનુસૂચિત જનજાતિ (ST)ના દરજ્જાની મેઇતેઈ સમુદાયની માંગ સામે આદિવાસી એકતા કૂચ બાદ હિંસા ફાટી નીકળી હતી. જેના કારણે અત્યાર સુધીમાં 180થી વધુ લોકોના મોત થયા છે. તમને જણાવી દઈએ કે, મણિપુરની વસ્તીમાં મેઈતેઈ લોકોની સંખ્યા લગભગ 53 ટકા છે. જ્યારે આદિવાસીઓ, જેમાં નાગા અને કુકીનો સમાવેશ થાય છે, તેમની વસ્તીના લગભગ 40 ટકા છે.
સોમવારે હિંસાની એક ઘટનામાં, કાંગપોકપી જિલ્લામાં બે હરીફ જૂથો વચ્ચે ગોળીબાર દરમિયાન 6ઠ્ઠી IRB, હેનમિનલેન વાઈફેઈના પોલીસકર્મી સહિત બે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, ગોળીબાર હરોથેલ અને કોબશા ગામની વચ્ચેના સ્થળે કરવામાં આવ્યો હતો, જોકે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયંસ કે ફાયરિંગનું કારણ શું હતું.