વિશ્વમાં સજાતીય સંબંધોમાં સતત થઈ રહેલા વધારા સાથે હવે આ પ્રકારના ‘યુગલો’ ને સંતાન ધરાવવાના અધિકારની પણ જબરી ચર્ચા છે તે સમયે બ્રિટનમાં લેસ્બીયન પાર્ટનર બે મહિલાઓએ બન્નેના ગર્ભાશયમાં વારાફરતી ઉછરેલા એક બેબી-બોયના પેરેન્ટ બનીને નવો રેકોર્ડ સર્જયો છે તથા વિશ્વમાં આ પ્રકારનો પ્રથમ કેસ પણ હોવાનું માનવામાં આવે છે. જેનાથી સજાતીય સંબંધોમાં રહેતા મહિલાઓને પોતાના જ ‘ઉદર’માં ઉછરેલા સંતાનની ઈચ્છા પણ પુર્ણ થઈ શકશે.
31 વર્ષની ઈસ્ટેફેનિયા અને તેની લેસ્બીયન પાર્ટનર 27 વર્ષની અઝહારા એ તેમના પુત્રને ઓકટોબરમાં જન્મ આપ્યો હતો જે સંતાનનું નામ ડેરેક ઈલોપ રાખ્યુ છે. આ માટે ‘ઈનોવેટીવ ફર્ટિલીટી ટ્રીટમેન્ટ જે સંતાન વિહોણા યુગલ માટે આશિર્વાદ પુરવાર થઈ છે. તેનો ઉપયોગ કરાયો હતો. ઈસ્ટેફેર્નિયાના ગર્ભાશયમાં એડને કૃત્રિમ રીતે ફલિત કરવામાં આવ્યા હતા. આ માટે અંગુઠાના કદની એક નાની કેપ્સુઅલ ઈસ્ટેફેનિયાના સ્ત્રી અંગમાં પ્રત્યારોપણ થઈ જેમાં સ્ત્રી અંડ અને પુરુષના વિર્ય હતા. જે ‘ડોનર’ પાસેથી મેળવાયા હતા.
આ કેપ્સુલમાં ગર્ભ ફલિત થતા જ તે કેપ્સુલ તેના લેસ્બીયન પાર્ટનર અઝાહરાના ગર્ભાશયમાં પ્રત્યારોપણ થઈ જેમાં નવ માસ સુધી તેના ઉદરમાં બાળકને ઉછેર્યુ હતું અને ગત મહિને એક તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો હતો. આ રીતે બાળક પ્રત્યે બન્ને મહિલાનું ‘માતા’ તરીકે બોન્ડીંગ થયું છે અને તેની સાથે ડેરેક એ યુરોપમાં લેસ્બીયન પાર્ટનરના દ્વારા ઈન્વોસેલ- ટેકનોલોજીથી જન્મ લેનાર પ્રથમ બાળક છે.