ભાવનગર ફેમિલી કોર્ટ ના પ્રિન્સિપલ જજ તથા એડિશનલ ડીસ્ટ્રીકટ જજ તરીકે ફરજ બજાવતા નિલેશભાઈ અંજારિયાની ખેડા પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે તથા તેમના પત્ની આશાબેન અંજારિયાની અરવલ્લી ડીસ્ટ્રીકટ જજ તરીકે બઢતી સાથે બદલી થતાં ભાવનગરના ત્રણેય વકીલ મંડળો દ્વારા આજે નૂતન વર્ષ સ્નેહમેલન દરમિયાન તેઓને ભાવભર વિદાય આપી હતી.
ભાવનગરના ત્રણેય બાર એસોસિએશન દ્વારા આજે નૂતન વર્ષ સ્નેહમેલન તથા બદલી સાથે બદલી થનાર જજનો વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો ભાવનગરના પ્રિન્સિપલ ડીસ્ટ્રીકટ જજ પીરઝાદાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ સ્નેહમિલન સમારોહમાં ફેમિલી કોર્ટના પ્રિન્સિપલ જજ અને એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે ફરજ બજાવતા નિલેશભાઈ અંજારિયની ખેડા પ્રિન્સિપલ ડીસ્ટ્રીકટ જજ તરીકે બઢતી સાથે બદલી થવા ઉપરાંત તેમના પત્ની આશાબેન અંજારિયાની અરવલ્લી પ્રિન્સિપલ ડીસ્ટ્રીક જજ તરીકે બઢતી સાથે બદલી થતાં તેમનો વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ત્રણેય વકીલ મંડળના હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા તેમજ તમામ કોર્ટના ન્યાયધીશો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે બઢતી સાથે બદલી પામેલ ન્યાયધીશોને શ્રીફળ અને સાકરનો પડો આપી સાલ ઓઢાડી આવકારવામાં આવ્યા હતા..
આ પ્રસંગે ભાવનગર ડિસ્ટ્રિક્ટ જજ એલ.એસ.પીરજાદાએ બદલી થનાર ન્યાયાધીશ દંપતીને શુભેચ્છા પાઠવેલ આ કાર્યક્રમમાં ભાવનગર બારના પ્રમુખ સંજયભાઈ ત્રિવેદી, શીવુભા ગોહિલ, સી.ડી. ભલાણી તથા પૂર્વ ચેરમેન અને સભ્ય અનિરુદ્ધસિંહ ઝાલા સહિત ત્રણેય બાર એસોસિએશનના હોદ્દેદારો તથા કારોબારી સભ્યો અને સિનિયર જુનિયર વકીલો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન એડવોકેટ નાઝીર સાવંત અને હિતેશ શાહે કર્યું હતું.