અમદાવાદ શહેરમાં ભારત-ઓસ્ટ્રેલિયા ફાઇનલ મેચના દિવસે દિલ્હીના યુવક સાથે G ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના જવાનોએ કરેલા તોડકાંડમાં એક હેડ કોન્સ્ટેબલ અને બે કોન્સ્ટેબલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, આ સાથે 7 TRB જવાનોને તાત્કાલિક છુટ્ટા કરવામાં આવ્યાં છે. પોલીસ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે, હજી પણ આ તોડકાંડમાં કોઈ સામેલ હશે તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. પૂર્વ વિભાગ ટ્રાફિક ACP શફીન હસને સમગ્ર માહિતી આપી હતી.
મહાવીરસિંહ બહાદુરસિંહ – હેડ કોન્સ્ટેબલ, વિપુલસિંહ રામસિંહ – કોન્સ્ટેબલ , તુષાર ભરતસિંહ – કોન્સ્ટેબલ
આ ત્રણ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ અને 7 TRB જવાનોને તત્કાલ છુટ્ટા કરાયા તોડકાંડ સામે લાવ્યાં બાદ અમદાવાદ પોલીસ એક્શનમાં આવી હતી અને આ સમગ્ર મામલે ક ડિવિઝન પોલીસ સ્ટેશનના ACP DS પુનડીયાને તપાસ સોંપવામાં આવી હતી. તપાસ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.
અમદાવાદ પોલીસે તોડકાંડનો ભોગ બનનાર દિલ્લીના યુવક કાનવ માનચંદાનો સંપર્ક કરતા તેણે ફરિયાદ કરવાની ના પાડી છે, જો કે ટ્રાફીક વિભાગની એક ટીમ દિલ્હી મોકલવામાં આવી છે. ટ્રાફીક વિભાગના પીઆઇ અગ્રાવતની ટીમ દિલ્હી નીકળી ચૂકી છે. દિલ્હી જઈને તેની ફરિયાદ લેવામાં આવશે અને વિડિયો રેકોર્ડિંગ પણ કરવામાં આવશે.