અકબરૂદ્દીન ઓવૈસી હૈદરાબાદના લલિતાબાગમાં એક જનસભાને સંબોધિત કરતા હતા. આ દરમિયાન સંતોષનગરના એક પોલીસ અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને નેતાઓને સભા સમય પહેલા સમાપ્ત કરવા કહ્યુ હતું, જેના પર AIMIMના નેતા ગુસ્સામાં ભડકી ગયા હતા અને અધિકારીને ખુલ્લેઆમ ધમકી આપી હતી.
અકબરૂદ્દીન ઓવૈસીએ કહ્યું, ‘શું તમને લાગે છે કે ચાકુ અને ગોળીઓનો સામનો કર્યા પછી હું નબળો પડી ગયો છું. મારામાં હજુ પણ ઘણી હિમ્મત છે. પાંચ મિનિટ બાકી છે અને હું પાંચ મિનિટ બોલીશ. કોઇ માયનો લાલ પેદા નથી થયો, જેમાં મને રોકવાની હિમ્મત હોય.’ AIMIMના નેતાએ લોકોને પૂછતા કહ્યું, “સાચુ કહ્યું ને? જો હું ઇશારો કરૂ તો તમારે અહીંથી ભાગવું પડશે, શું અમે તેમને દોડાવીએ?