Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રાજ્યવ્યાપી સ્કોલરશીપ કૌભાંડ: 5 કરોડથી વધુની રકમની ઉચાપત

બે હજારથી વધુ વિદ્યાર્થીઓ ભોગ બન્યા : સરકાર દ્વારા વિદ્યાર્થી દીઠ અપાતી ૨૦ હજાર રૂપિયાની ઉચાપત કરી

dharmendravaghela by dharmendravaghela
2023-11-22 12:47:55
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

સુરેન્દ્રનગર જિલ્લાના રતનપર વિસ્તારમાંથી દારૂની મહેફીલ માણતા બે નબીરાઓને અંદાજીત ચાર મહિના પહેલા જોરાવરનગર પોલીસે ઝડપી લીધા હતા. દારૂના ગુનામાં ઝપાયેલા બંનેની કડક પૂછપરછ હાથ ધરવામાં આવી હતી, ત્યાર બાદ જ્યાં આ નબીરાઓ મહેફિલ માણી રહ્યા હતા ત્યાં તપાસ હાથ ધરવામાં આવતા ચોંકાવનારી વિગતો અને મહત્ત્વના દસ્તાવેજો મળી આવ્યા હતા જેમાં ખાસ કરીને આ પુરાવાઓમાં ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ મળી આવ્યા હતા.
જોરાવરનગર પોલીસે લેપટોપ તથા અન્ય જે સામગ્રી છે તે ઓફિસમાંથી જપ્ત કરી હતી, પ્રથમ તબક્કે 135થી વધુ વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું હતું અને 39 લાખ રૂપિયાની છેતરપિંડી સ્કોલરશીપમાં કરી હોય તેવું બહાર આવ્યું હતું, પરંતુ આ જ મામલે ઝડપાયેલા બંને આરોપીઓ છે તેમની કડક પૂછપરછ હાથ ધરવામાં આવતા અન્ય લોકો સાથે પણ આ પ્રકારની છેતરપિંડી કરવામાં આવી હોવાનો તપાસમાં ધડાકો થયો હતો.
સમગ્ર ગુજરાત રાજ્યમાંથી 2000થી વધુ વિદ્યાર્થીઓ સાથે સ્કોલરશીપના નામે કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો તપાસમાં ખુલાસો થયો છે. સમગ્ર ગુજરાત રાજ્યના અલગ અલગ વિસ્તારોના વિદ્યાર્થીઓ પાસેથી 12માની તથા 10મા ધોરણની માર્કશીટ અને અન્ય દસ્તાવેજિક પુરાવાઓ મેળવી લીધા બાદ સરકાર દ્વારા આપવામાં આવતી પ્રતિ વિદ્યાર્થી દીઠ ૨૦ હજાર રૂપિયાની ઉચાપત કરી લીધી હોવાનું બહાર આવ્યું છે હાલમાં પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. સમાજ સુરક્ષા શાખામાં સ્કોલરશિપના નામે સરકારી નાણાંની 5 કરોડથી વધુની રકમની ઉચાપત થઇ હોવાનું બહાર આવ્યું છે.
ધોરણ – 10 અને 12 ની પરીક્ષા પાસ કરેલા વિદ્યાર્થીઓને સરકાર દ્વારા સમાજ કલ્યાણ ખાતામાંથી સ્કોલરશીપ આપવામાં આવતી હોય છે. ત્યારે સુરેન્દ્રનગરમાં ફરજ બજાવી ચૂકેલા સમાજ સુરક્ષા વિભાગના અધિકારી અને તેની સાથેની ટોળકીએ ડુપ્લીકેટ ટ્રસ્ટ એકેડેમી સંસ્થાનાં લેટરપેડનો ઉપયોગ કરી સરકારી સ્કોલરશીપની ઉચાપત કરી હોવાનું ખુલ્યું હતું. ખોટી રીતે સ્કોલરશિપ મેળવનાર પાસેથી પોલીસે 37 લાખની રકમની વસુલાત કરી હતી.જોકે સ્કોલરશીપ કૌભાંડમાં સંકળાયેલા મુખ્ય સમાજ સુરક્ષા અધિકારી હાલ પોલીસ પકડથી દુર છે, જ્યારે 2 આરોપીઓ ઝડપાયા છે. તેમની પૂછપરછમાં સમગ્ર ચોંકાવનારી વિગતો બહાર આવી છે.

Tags: gujaratscholarship scamSurendranagar
Previous Post

જો હું ઇશારો કરૂ તો ….. અકબરૂદ્દીન ઓવૈસીએ આપી ધમકી

Next Post

લખનૌમાંથી ISIનો એજન્ટ ઝડપાયો

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
લખનૌમાંથી ISIનો એજન્ટ ઝડપાયો

લખનૌમાંથી ISIનો એજન્ટ ઝડપાયો

સ્મોલ વંડર્સ અને એકતા’સ ક્લોઝેટ દ્વારા 10 ડિસેમ્બરની સવાર બનશે જલસાભરી: ફરી એક વાર સ્ટ્રીટ જલસાનું આયોજન

સ્મોલ વંડર્સ અને એકતા'સ ક્લોઝેટ દ્વારા 10 ડિસેમ્બરની સવાર બનશે જલસાભરી: ફરી એક વાર સ્ટ્રીટ જલસાનું આયોજન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.