ઉત્તર પ્રદેશ એટીએસે લખનૌથી ISIના એજન્ટની ધરપકડ કરી છે. તાલકરોટાના રાજાજીપુરમ વિસ્તારમાં વસીઉલ્લાહ ખાનની ધરપકડ કરવામાં આવી છે. વસીઉલ્લાહ ખાન ISIના ઇશારા પર ભારતીય સેનાની ગુપ્ત જાણકારી મોકલતો હતો. સપ્ટેમ્બર મહિનામાં પણ ISI એજન્ટ વસીઉલ્લાહના સાથીની ધરપકડ કરવામાં આવી હતી.
આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં યુપી એટીએસે પાકિસ્તાન માટે કામ કરવાના આરોપમાં લખનૌથી ISI એજન્ટ શૈલેન્દ્ર કુમાર ઉર્ફ શૈલેન્દ્ર સિંહની ધરપકડ કરી હતી. પૂછપરછમાં તેને કેટલાક મહત્ત્વના ખુલાસા કર્યા હતા. શૈલેન્દ્ર અરૂણાચલ પ્રદેશમાં સેનાના અસ્થાઇ મજૂર તરીકે કામ કરી ચુક્યો છે. આરોપી એજન્ટ કાસગંજનો રહેવાસી હતો. એટીએસે તપાસ દરમિયાન જાણવા મળ્યુ હતું કે ISI હેન્ડલર હરલીન કૌરના નામથી બનેલા ફેક ફેસબુક એકાઉન્ટ દ્વારા શૈલેન્દ્ર સાથે વાત કરી રહ્યો હતો. હની ટ્રેપમાં ફસાઇને શૈલેન્દ્ર કુમાર સિંહ ઉર્ફ શૈલેન્દ્ર સિંહ ચૌહાણ ISI માટે જાસુસી કરવા લાગ્યો હતો.