લીવ-ઈન રીલેશનના વધતા જતા ચલણ અને તેની સાથે સર્જાતા વિવાદમાં હવે ભરણપોષણ સહિતના પ્રશ્ર્નો પણ સર્જાવા લાગ્યા છે તે સમયે ગુજરાત હાઈકોર્ટે એક લીવ-ઈન-યુગલ વચ્ચે વિવાદમાં ભરણપોષણ ચુકવવા આપેલા ચૂકાદાને સુપ્રીમ કોર્ટે ‘સ્ટે’ કર્યા છે. આ કેસમાં હાઈકોર્ટના આદેશ સામે પુરુષ પાર્ટનરની અરજીમાં જણાવ્યું હતું કે તેઓના સમય ઘરેલું સંબંધ તરીકે ઓળખાવી શકાય નહી.
આ કેસ સુરતનો હતો જેમાં એક મોડેલ તથા આંતરરાષ્ટ્રીય સૌંદર્ય સ્પર્ધાની વિજેતા તથા સુરતના એક વ્યાપારીનો હતો. જયારે બન્નેના લગ્નમાં જીવન યથાવત હતા તે સમયે આ અપરણીત યુગલે 2012માં સાથે રહેવાનું શરુ કર્યુ હતું અને તમામને એક નવ વર્ષની પુત્રી પણ છે જયારે મોડેલને અગાઉના લગ્નથી પણ એક પુત્રી છે. તેણે 2014માં તેના પતિથી છુટાછેડા લીધા હતા. જયારે લીવ-ઈન રીલેશનમાં વિખવાદ સર્જાયો તો મોડેલ યુવતીમાં તેના બિઝનેસમેન લીવ-ઈન-પાર્ટનર સામે ભરણ પોષણનો દાવો કર્યો હતો અને તે પણ જણાવ્યું કે બન્નેએ 2012માં જ લગ્ન કરી લીધા હતા.
સુરતની ટ્રાયલ કોર્ટે ઓર્ડર આપ્યો કે મહિલા અને તેના બે પુત્રીઓને બીઝનેસમેને આપેલા આવાસમાં રહેતા હતા તે ખાલી કરવા જણાવાશે નહી તથા વચગાળાના આદેશમાં તેને તથા બે પુત્રીઓ માટે વચગાળાનું ભરણપોષણ પણ ચુકવવા આદેશ આપ્યો હતો. તેની સામે બીઝનેસમેને સેસન્સ કોર્ટ અને હાઈકોર્ટમાં અરજી કરી હતી તથા હજુ તેમના પત્ની સાથે છુટાછેડા મળ્યા નથી તેથી લગ્નજીવન યથાવત હોવાનું જણાવીને ભરણપોષણનો હકક તેના લીવ- ઈન- પાર્ટનરને નહી હોવાનું જણાયું હતું. ઉપરાંત તેઓ ડોમેસ્ટીક વાયોલન્સ એકટ હેઠળ પણ લીવ-ઈનની વ્યાખ્યામાં આવે તે રીતે સાથે રહેતા ન હતા.
જો કે હાઈકોર્ટે આ દલીલ ફગાવી હતી તેમના સંબંધોની સમજને પણ જાણ હતી તેમ કહીને ભરણપોષણનો આદેશ યથાવત રાખ્યો હતો. જયારે સુપ્રીમ કોર્ટે આ કેસમાં લીવ-ઈન ગણાય કે કેમ તે ચકાસણી કરવા પાર્ટનર મહિલાને નોટીસ આપી હતી તથા ભરણપોષણના આદેશ સામે સ્ટે આપ્યો છે.