હાલમાં જ આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સ પરના એક સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનો પણ ડીપફેક વિડીયો બન્યો હોવાના અને તેમને ગરબા ગાતા તથા રમતા દર્શાવાયા હોવાનું જણાવીને સૌને ચોકાવી દીધા હતા પણ હવે જાહેર થયુ છે કે આ મોદીનો ડીપફેક નહી પણ જે વ્યક્તિને ગરબા લેતા દર્શાવાયા છે તે વડાપ્રધાન મોદીના ‘હમશકલ’ છે.
આ હમશકલએ એક વ્યાપારી વિકાસ મહંત છે. તેઓએ જ જાહેર કર્યુ કે તે વિડીયોમાં હું જ ગરબા લેતો હતો. મોદીજીનો કોઈ ડિપફેક વિડીયો બન્યો નથી. મુંબઈના કારોબારી વિકાસ મહંત એકદમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જ પ્રતિકૃતિ જેવા છે. તેઓ મલાડમાં સ્ટીલ પેકેજીંગનું કામકાજ કરે છે. તેમની લોકપ્રિયતા એ સમયે વધી જયારે વડાપ્રધાન તરીકે મોદીએ દેશમાં ખૂબજ લોકપ્રિયતા મેળવી હતી.
તેઓ મોદી જેવા જ દેખાવ અને ચાલવામાં પણ તેના જેમજ ધરાવે છે. દિવાળી પહેલાના આયોજનમાં તેઓએ કુટુંબની મહિલાઓ સાથે ગરબા લીધા હતા અને તે વિડીયો વાયરલ થઈને છેક મોદી સુધી પહોંચી ગયો હતો. તેઓ મોદી કરતા 10 વર્ષ નાના છે.