ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જાપાનના પ્રવાસે છે. મુખ્યમંત્રી જાપાન પ્રવાસના બીજા દિવસે ટોક્યોથી કોબે સીટી બુલેટ ટ્રેનમાં બેસીને જવા માટે નીકળ્યા છે. જાપાન પ્રવાસના પ્રથમ દિવસે ટોકિયોમાં વસેલા ગુજરાતી સમાજ અને ભારતીય સમુદાયના લોકોને મળ્યા હતા. આ અવસરે જનસમુદાયને સંબોધતા મુખ્યમંત્રીએ કહ્યું કે, જાપાન એ ગુજરાતના વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભાગીદાર છે.તેમણે કહ્યું કે, ગુજરાતની વૈશ્વિક વિકાસયાત્રાની ખ્યાતિ પ્રસરાવવામાં ગુજરાતીઓ બ્રાન્ડ એમ્બેસેડર બની રહ્યા છે.