તેલંગાણામાં અનેક જાહેર સભાઓને સંબોધિત કર્યા બાદ રવિવારે સાંજે તિરુપતિ પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે તિરુમાલામાં શ્રી વેંકટેશ્વર મંદિરની મુલાકાત લીધી હતી. વડાપ્રધાને અહીં સંપૂર્ણ ધાર્મિક વિધિઓ સાથે પ્રાર્થના કરી હતી. આ દરમિયાન પીએમ મોદી પરંપરાગત પૂજા પોશાકમાં જોવા મળ્યા હતા.

વડાપ્રધાન મહબૂબાબાદ, કરીમનગરમાં બીજી જાહેર સભાને સંબોધશે સાંજે 5 વાગ્યે વડાપ્રધાન મોદી હૈદરાબાદમાં રોડ શો યોજીને દિવસના કાર્યક્રમનું સમાપન કરશે.




