દિવાળીના દિવસે 41 મજૂરો અંધારી સુરંગમાં ફસાયેલા હતા. આ મજૂરો ચાર ધામ માટે નવો રસ્તો બનાવી રહ્યા હતા. ઉત્તરકાશીના સિલ્ક્યારા-ડંડલગાંવ ટનલનો એક ભાગ અચાનક તૂટી પડ્યો અને તમામ કામદારો બહારની દુનિયાથી ડિસકન્કેટ થઈ ગયા. 12મી નવેમ્બરે સવારે 5.30 વાગ્યાથી 28મી નવેમ્બરે રાત્રે 8.35 વાગ્યા સુધી એટલે કે 17 દિવસ પછી લગભગ 399 કલાક બાદ પ્રથમ મજૂરને સાંજે 7.50 વાગ્યે બહાર કાઢવામાં આવ્યો હતો. રાત્રે 8.35 કલાકે 45 મિનિટ પછી બધાને બહાર કાઢવામાં આવ્યા હતા. તમામને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.
રેસ્ક્યુ ટીમના સભ્ય હરપાલ સિંહે જણાવ્યું હતું કે પ્રથમ બ્રેક થ્રુ સાંજે 7.05 વાગ્યે મળી આવ્યો હતો. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ બહાર નીકાળેલા કામદારો સાથે વાત કરી હતી. કેન્દ્રીય મંત્રી વીકે સિંહ પણ તેમની સાથે હતા. સીએમ ધામીએ કહ્યું- ઉત્તરાખંડ સરકાર તમામ મજૂરોને 1-1 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. તેમને એક મહિનાની પેઇડ લીવ પણ આપવામાં આવશે, જેથી તે તેમના પરિવારને મળી શકે. તમામ કામદારો સ્વસ્થ છે.
આખો દેશ આ કામદારો સુરક્ષિત રીતે બહાર આવે તેની રાહ જોઈ રહ્યો હતો. કામદારો બહાર આવ્યા બાદ ઘટનાસ્થળે હાજર અનેક લોકોની આંખોમાં આંસુ આવી ગયા હતા.પરિવારના સભ્યોની ખુશીની કોઈ સીમા નથી. દેશના આઠ રાજ્યોમાં રહેતા આ 41 કામદારો માટે ઉજવણીનો માહોલ છે. એક મજૂરના સંબંધીએ જણાવ્યું કે તે છેલ્લા બે અઠવાડિયાથી આ દિવસની રાહ જોઈ રહ્યો હતો. આજે તેની ખુશીની કોઈ સીમા નથી. સૌથી વધુ ઉજવણીનો માહોલ ઝારખંડમાં છે, કારણ કે ઝારખંડના 15 લોકો ટનલની અંદર ફસાયા હતા.
મિશનમાં સામેલ દરેક વ્યક્તિએ માનવતા અને ટીમ વર્ક બતાવ્યું છે.”- વડા પ્રધાન નરેન્દ્ર મોદી
કામદારોને સુરંગમાંથી બહાર કાઢવા પર ખુશી વ્યક્ત કરતા પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું, “હું તેમને કહેવા માંગુ છું કે તમારી હિંમત અને ધૈર્ય દરેકને પ્રેરણા આપે છે. હું તમને બધાના સારા સ્વાસ્થ્યની કામના કરું છું.” પીએમે વધુમાં કહ્યું કે, “આ ખૂબ જ સંતોષની વાત છે કે લાંબી રાહ જોયા પછી, અમારા આ સાથીઓ હવે તેમના પ્રિયજનોને મળશે. આ બધાના પરિવારજનોએ પણ આ પડકારજનક સમયમાં જે સંયમ અને હિંમત દાખવી છે તે પ્રશંસનીય છે. આ રેસ્ક્યુ ઓપરેશન સાથે જોડાયેલા તમામ લોકોની ભાવનાને પણ હું સલામ કરું છું. તેમની બહાદુરી અને દૃઢ નિશ્ચયએ આપણા શ્રમિક ભાઈઓને નવું જીવન આપ્યું છે.આ મિશનમાં સામેલ દરેક વ્યક્તિએ માનવતા અને ટીમ વર્ક બતાવ્યું છે.”






