નસરુલ્લાના પ્રેમમાં પાકિસ્તાન ગયેલી અંજુ ભારત પરત ફરી છે. અંજુ બુધવારે અટારી-વાઘા બોર્ડર મારફતે ભારતમાં પ્રવેશી હતી. હાલ તે બીએસએફ કેમ્પમાં છે. ત્યાંથી તેની પ્રથમ તસવીર સામે આવી છે. અંજુ તેના પતિ અરવિંદ અને બે બાળકો સાથે રાજસ્થાનના અલવર જિલ્લાના ભીવાડીમાં રહેતી હતી. તે ટુરિસ્ટ વિઝા પર પાકિસ્તાન ફરવા ગઈ હતી, પરંતુ બાદમાં ખબર પડી કે તે ખૈબર પખ્તુનખ્વામાં રહેતા નસરુલ્લાને મળવા ગઈ હતી. વાસ્તવમાં નસરુલ્લા અને અંજુ વચ્ચે અફેર ચાલી રહ્યું હતું. પાકિસ્તાન ગયા પછી અંજુએ નસરુલ્લા સાથે લગ્ન પણ કર્યા. અંજુ અને નસરુલ્લાના લગ્નની તસવીર પણ સામે આવી હતી.