મોરબી બ્રિજ અકસ્માતના આરોપી જયસુખ પટેલની જામીન અરજી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઈન્કાર કરી દીધો છે. કોર્ટે કહ્યું- અત્યારે નીચલી કોર્ટ અથવા હાઈકોર્ટમાંથી જામીન મેળવવાનો પ્રયાસ કરો. ગયા વર્ષે 30 ઓક્ટોબરના રોજ થયેલા આ અકસ્માતમાં કુલ 135 લોકોનાં મોત થયા હતા.
જયસુખ પટેલ બ્રિજની જાળવણી કરતી કંપની ઓરેવાના એમડી છે. જયસુખ પટેલ વતી એડવોકેટ મુકુલ રોહતગી અને પીડિત પક્ષ વતી ઉત્કર્ષ દવે હાજર થયા હતા. હવે 12 ડિસેમ્બરે ગુજરાત હાઈકોર્ટ જયસુખ પટેલની જામીન અરજી ઉપર નિર્ણય લે તેવી શક્યતા છે.