સુરત નજીક સચિન જીઆઈડીસી ખાતે એથર ઈન્ડસ્ટ્રીઝમાં મંગળવારે મોડી રાત્રે ભીષણ આગ લાગવાની ઘટનામાં સર્ચ અને રેસક્યુ ઓપરેશન દરમિયાન આગમાં ભડથું થયેલા સાત કામદારોના હાડપિંજર મળી આવતા અરેરાટી વ્યાપી ગઇ હતી. ઘટનામાં ૨૬ કામદારો અને કર્મચારીઓ દાઝી ગયા હતા. જ્યારે સાત ગૂમ થયેલા હતા. ચોવીસ કલાકની સર્ચમાં તેમના ભડથું મૃતદેહો મળી આવ્યાં હતાં. સમગ્ર ટેટ્રાહાઈડ્રોફ્યુરન, સોલવન્ટ અને મિશ્રિત કેમિકલ લીકેજ થતાં આગ લાગી હોવાનું સામે આવતાં જીપીસીબીએ ક્લોઝર સાથે 50 લાખનો દંડ ફટકાર્યો છે.
એથર કંપનીમાં આગ મામલે જીપીસીબી હરકતમાં આવી છે. જીપીસીબી દ્વારા કંપનીને ક્લોઝર આપવામાં આવી છે.ક્લોઝર સાથે કંપનીને 50 લાખનો દંડ ફટકારાયો છે. ફેક્ટરી ઇન્સ્પેક્ટરે પ્રાથમિક તપાસ પૂર્ણ કરી છે. જેમાં પ્રાથમિક તપાસમાં ટેટ્રાહાઈડ્રોફ્યુરન, સોલવન્ટ અને મિશ્રિત કેમિકલ ટાંકીમાંથી લીકેજ થયું હોવાનું સામે આવ્યું છે. લીકેજ કેમિકલ જ્વલનશીલ પદાર્થના સપંર્કમાં આવતા આગ ફાટી નીકળી હતી.