અમદાવાદમાં 3 હજાર NRIને IT દ્વારા નોટિસ આપવામાં આવી છે. નોટિસ પાઠવી 10 વર્ષના હિસાબની વિગતો મંગાવી છે. આ સાથે 100% પેનલ્ટી કેમ ન કરવામાં આવે તેની સ્પષ્ટતા અને વિદેશમાં કરેલા રોકાણ અને બેન્કની વિગતો માંગી છે.
ઈન્કમટેક્ષ વિભાગે વિદેશમાં મિલકત ધરાવતા અને બેન્ક એકાઉન્ટ ધરાવનારને નોટિસ આપવામાં આવી છે. વિગતો મુજબ ઈન્કમટેક્ષના ઇન્ટરનેશનલ ટેક્સેશન ડિપાર્ટમેન્ટે ભારત બહાર કોઈ પણ વ્યક્તિએ મિલકત, એકાઉન્ટ કે વ્યવહાર કર્યા હોય તેવા લોકોને નોટિસ પાઠવીને છેલ્લા 10 વર્ષના વ્યવહારોની વિગતો માંગી છે.
આ સાથે હાલમાં ભારતમાં રહેતા હોય તેમણે કરેલા વ્યવહારોની વિગતો કેમ બતાવ્યા નથી તેની સ્પષ્ટતાં માંગી છે. મહત્વનું છે કે, જો આવા કોઈ વ્યવહાર કર્યા હોય અને તેમણે ઈન્કમટેક્ષમાં ન બતાવ્યા હોય તેવા વ્યવહારો પર 100 ટકા પેનલ્ટી લગાવવામાં આવી શકે છે. અમદાવાદમાં આશરે 3 હજાર કરતાં વધારે NRIને નોટિસ પાઠવવામાં આવી છે.