શેરબજારે આજે -મંગળવારે નવો રેકોર્ડ બનાવ્યો છે. આજે ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 69,306.97ના સ્તરને સ્પર્શ્યો હતો, જ્યારે નિફ્ટીએ પણ 20,813.10ની ઊંચી સપાટી બનાવી હતી. અગાઉ સેન્સેક્સ 303 અંક વધીને 69,168.53 પર પહોંચ્યો હતો. નિફ્ટી પણ 124 પોઈન્ટ વધીને 20,808 પર ખુલ્યો હતો.
ગઈકાલે સોમવારે શેરબજારે નવો રેકોર્ડ હાઈ બનાવ્યો હતો. સેન્સેક્સે 68,918.22ની સર્વકાલીન ઊંચી સપાટી બનાવી હતી, જ્યારે નિફ્ટીએ પણ 20,702.65ની ઊંચી સપાટી બનાવી હતી. આ પછી, સેન્સેક્સ 1384 પોઈન્ટ અથવા 2.05% વધીને 68,865 ના સ્તર પર બંધ થયો. નિફ્ટી 416.95 પોઈન્ટ અથવા 2.06% વધીને 20,684 ના સ્તર પર બંધ થયો.