ત્રણ રાજ્યોમાં ભવ્ય જીત બાદ ભાજપે મુખ્યમંત્રીઓના નામ ફાઈનલ કર્યા છે.સૂત્રોના જણાવ્યા અનુસાર આ સાથે ત્રણેય રાજ્યોમાં નાયબ મુખ્યમંત્રી પણ બનાવવામાં આવશે.
ત્રણેય રાજ્યોના મુખ્યમંત્રીઓના નામ નક્કી થઈ ગયા છે. ભાજપ હાઈકમાન્ડ દ્વારા આખરી મંજુરી પણ આપવામાં આવી છે.આ સાથે એ પણ નક્કી કરવામાં આવ્યું છે કે ત્રણેય રાજ્યોમાં નાયબ મુખ્યમંત્રી પણ બનાવવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર રાજસ્થાનમાં જ્યાં વસુંધરા રાજે સીએમની રેસમાં સૌથી આગળ માનવામાં આવે છે. પાર્ટી ફરી એકવાર વસુંધરા રાજેને તક આપી શકે છે. મધ્યપ્રદેશમાં સીએમ માટે શિવરાજ સિંહ ચૌહાણને પ્રથમ પસંદ માનવામાં આવી રહ્યા છે અને તેમને વધુ એક તક આપવાની તૈયારી કરવામાં આવી રહી છે. સાથે જ ભાજપ કેન્દ્રીય મંત્રી રેણુકા સિંહને છત્તીસગઢના મુખ્યમંત્રી બનાવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તમામ નામો નક્કી થઈ ગયા છે, પરંતુ સત્તાવાર જાહેરાત થવાની બાકી છે.