વલસાડ જિલ્લાના વાપીમાં GIDCમાં આવેલી એક કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજની ઘટનામાં બે કામદારોના ઘટનાસ્થળે મોત થયા છે. મળતી માહિતી મુજબ વાપી GIDCમાં આવેલી સરના કેમિકલ કંપનીની ફેક્ટરીમાં ગેસ લીકેજની ઘટના ઘટી હતી. આ ઘટના જયારે બની ત્યારે ત્રણ કામદારો ફેક્ટરીમાં કામ કરી રહ્યાં હતા.
ગેસ લીકેજની અસર થતા આ ત્રણ કામદારોમાંથી બે કામદારોના ઘટનાસ્થળે મોત થયા છે, જયારે ત્રીજા કામદારને ઈજાઓ થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.