મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘આઈડિયા ટુ એન્ટરપ્રાઇઝ’ ના ધ્યેયને નવીન દિશા આપતા ગુજરાત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન હબ (i-Hub)ના અત્યાધુનિક કોમ્પલેક્ષનું ઉદ્ઘાટન કરાયું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા SSIP હેઠળ સ્થાપિત ગુજરાત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન હબ (i-Hub)ના અત્યાધુનિક કોમ્પલેક્સનું અમદાવાદ ખાતે ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં મુખ્યમંત્રીના હસ્તે પ્રતિકાત્મક રીતે 05 સ્ટાર્ટઅપ્સને પ્રતિકાત્મક રૂપે Incubation Co-working spaceના અલોટમેન્ટ લેટરનું વિતરણ કરાયું હતું. આ ઉપરાંત i-Hub ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આ વેળાએ ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે ઉપસ્થિત રહીને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
મુખ્યમંત્રીએ i-Hub કોમ્પ્લેક્સનું વિહંગાવલોકન કરી i-Hubના નવીન બિલ્ડીંગમા કાર્યરત સ્ટાર્ટઅપ કો-વર્કિંગ સ્પેસની મુલાકાત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રી ઋષિકેશ પટેલે સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ સાથે તેમના રિસર્ચ-ઇનોવેશન અને પ્રોડક્ટ્સ વિશે વિગતવાર સંવાદ કર્યો હતો. આ પ્રસંગે 110 ફાઉન્ડર્સ દ્વારા ઇનોવેશન અને સ્કુલનું પ્રદર્શન કરાયું હતું. મુખ્યમંત્રીએ સંરક્ષણ, શિક્ષણ, આરોગ્ય, એગ્રીકલ્ચર, સ્પોર્ટ્સ, સર્વિસ સેક્ટરને લગતા સ્ટાર્ટઅપ્સની મુલાકાત લીધી હતી.