ભાવનગરમાં મોતીતળાવ વિસ્તારમાં ગઈકાલે મહાપાલિકા દ્વારા સંકલીત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતું. આ સાથે ગેરકાયદે રીતે માલસામાન ખડકી જાહેર રોડ પર દબાણ કર્તા તત્વો સામે તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી. ટ્રકો ભરી ભરીને અલંગનો માલસામાન અને ભંગાર કબ્જે કર્યો હતો.
આ ઓપરેશન દબાણ હટાવ આજે બીજા દિવસે પણ ચાલુ રહ્યું છે. આજે મ્યુ. ડે. કમિશ્નર બ્રહ્મ ભટ્ટના નેતૃત્વમાં એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલે ઓપરેશન આગળ ધપાવી ગેરકાયદે બે શેડ તોડી પાડ્યા હતા. અને તેમજ આઠથી વધુ ટ્રક ભરીને માલ સામાન અને ભંગાર જપ્ત કર્યો હતો. તંત્રની કડક કાર્યવાહીના પગલે વી.આઈ.પી.માં અલંગના ડેલા ધારકોમાં દોડધામ સાથે ફફડાટ મચ્યો છે.