ગુજરાત સરકાર જ્ઞાન સહાયકની ભરતી કરશે. પ્રાથમિક શાળાઓ બાદ હવે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવશે. રાજ્ય સરકારે સરકારી અને અનુદાનિત શાળાઓમાં ખાલી પડેલ શિક્ષકોની જગ્યા માટે જ્ઞાન સહાયકોની ભરતી કરવા અરજીઓ મંગાવી છે. જ્ઞાન સહાયકોને 11 મહિનાના કરાર પર શિક્ષક તરીકે નિમણૂક કરાશે. ઉમેદવારોએ આગામી 8થી 12 ડિસેમ્બર દરમ્યાન અરજી કરવાની રહેશે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ જ્ઞાન સહાયક માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. જ્ઞાન સહાયક માટે સરકારે મહત્તમ વયમર્યાદા 42 વર્ષ નક્કી કરી છે.
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં “જ્ઞાન સહાયક યોજના (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક)” માટે અરજીઓ મંગાવવામાં આવી છે. સરકાર પ્રાથમિક શાળાઓમાં ૧૫૦૦૦ અને માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ માટે ૧૧૫૦ જ્ઞાન સહાયકની કરાર આધારિત નિમણુંક કરી રહી છે.





