ગુજરાત એટીએએસએ ગત જૂન મહિનામાં પોરબંદર અને સુરત ખાતેથી ત્રણ કાશ્મીરી યુવાનો અને એક મહિલા સહિત પાંચની ધરપકડ કરી હતી. ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરસાન પ્રોવિન્સના ભારત કનેક્શનનો પર્દાફાશ થવા સાથે આ શખ્સો પોરબંદરથી ગેરકાયદેસર રીતે ઈરાન થઈને અફઘાનિસ્તાનમાં મોટો આતંકી હુમલો કરવાની ફિરાતમાં હતા.
પ્રતિબંધિત આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરસાન પ્રોવિન્સ સાથે સંકળાયેલા ત્રણ કટ્ટરવાદી યુવકો ગુજરાતના પોરબંદરના દરિયાકાંઠેથી ભારતમાંથી અફઘાનિસ્તાનમાં હિજરત કરવાની યોજના બનાવી રહ્યા છે. આ બાતમી મળતા જ એટીએસની ટીમે રેલ્વે સ્ટેશનથી ઉબેદ નાસીર મીર ( રહે. શાહ ફસલ કોલોની શ્રીનગર) હનાન હયાત (રહે, નરબીલ કોલોનીસ સૌરા શ્રીનગર)ને ઝડપ્યા હતા. એટીએસના અધિકારીઓએ વધુ પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે ઝુબેર અહેમદ મુનશી( રહે. અમીરાકદલ, શ્રીનગર) સુમેરાબાનુ મોહમમ્મદહનીફ મલેક( રહે, બેગ-એ-ફીઝા એપાર્ટમેન્ટ, સૈયદપુરા, સુરત) નામની મહિલા પણ ત્રણ યુવકો સાથે સાથે અફઘાનિસ્તાન જવાની ફિરાકમાં જવાના હતા, તેવી માહિતી ખુલી હતી. સુરતમાં સુમેરાબાનુના ઘરની જડતી દરમિયાન એટીએસને વોઈસ ઓફ ખોરસાન નામનું મેગેઝીન અન્ય ઉશ્કેરણીજનક દસ્તાવેજો મળી આવ્યા હતા.
શખ્સો પાસેથી સંગઠનનો ધ્વજ પણ મળી આવ્યો હતો. સાથે સાથે ટેબલેટ અને મોબાઈલ ફોન મળી આવ્યા હતા. પોરબંદરમાં થોડો સમય રહીને મજુર તરીકેસ ફિશીંગ બોટમાં નોકરી લેવાની હતી, ત્યાર બાદ બોટના કેપ્ટનને ધમકાવીને બોટને હાઈજેક કરીને અપાયેલાં જીપીએસ લોકેશન પર પહોંચીને ત્યાંથી એક નાની હોડી મારફતે ઈરાન પહોંચવાનું હતું. ત્યાંથી બનાવટી પાસપોર્ટ આધારે અફઘાનિસ્તાન જવાનું હતુંસ અને તેમના હેન્ડલરની સુચના મુજબ અફઘાનિસ્તાનમાં મોટા આતંકી હુમલા માટે તૈયાર કરાયેલી ટીમ સાથે મળીને જરૂરી તાલીમ લઈને આતંકી હુમલાની ઘટનાને અંજામ આપવાનો હતો.