સંસદના શિયાળુ સત્ર દરમિયાન ભાજપા સંસદીય દળની આજે મહત્ત્વની બેઠક યોજાઈ રહી છે. આ બેઠકમાં ત્રણ રાજ્ય રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પ્રચંડ જીત મેળવવા બદલ પીએમ મોદીનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં બીજેપીના લોકસભા અને રાજ્યસભા સાંસદ હાજર રહ્યા છે.
સામાન્ય રીતે આ બેઠકમાં પાર્ટીના સંગઠનાત્મક અને રાજનીતિક અભિયનો સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે છે. આ પહેલા બુધવારે બીજેપીના કેટલાક સાંસદોએ પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. આ સાંસદોએ તાજેતરમાં પૂર્ણ થયેલ વિધાનસભાની ચૂંટણીમાં શાનદાર જીત મેળવી હતી. તમામ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ વિધાનસભાનો ભાગ રહેશે.
સંસદ ભવન પરિસરના બાલયોગી ઓડિટોરિયમમાં ભાજપા સંસદીય દળની મહત્ત્વની બેઠક યોજાઈ રહી છે.આ બેઠકમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢના નવા મુખ્યમંત્રીના નામો અંગે પણ ચર્ચા થઈ શકે છે. રાજસ્થાનના પૂર્વ સીએમ વસુંધરા રાજે સિધિંયા આજે સવારે દિલ્હી ખાતે પહોંચ્યા છે. આથી આ બેઠકમાં વસુંધરા રાજે પણ સામેલ થાય તેવી શક્યતા છે. આ પહેલા બુધવારે અધ્યક્ષ જે.પી. નડ્ડાની અધ્યક્ષતા હેઠળ પાર્ટી મુખ્યમથક ખાતે ભાજપાના રાષ્ટ્રીય મહાસચિવોની એક બેઠક યોજાઈ હતી.