રામ મંદિરમાં અભિષેક માટે ત્રણ મૂર્તિઓ તૈયાર કરવામાં આવી રહી છે. આ ત્રણમાંથી માત્ર એક જ મૂર્તિ મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધિકારીઓએ જણાવ્યું કે, ટ્રસ્ટની એક સમિતિ આવતા અઠવાડિયે નક્કી કરશે કે રામ લલાની ત્રણમાંથી કઈ મૂર્તિ ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની ધાર્મિક સમિતિ 15 ડિસેમ્બરે મૂર્તિને અંતિમ સ્વરૂપ આપશે.
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે જણાવ્યું હતું કે, કર્ણાટક અને રાજસ્થાનથી લાવવામાં આવેલા બે ખડકોમાંથી ત્રણ પ્રતિમાઓ બનાવવામાં આવી રહી છે. શિલ્પો 90 ટકા તૈયાર છે અને તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ ત્રણ મૂર્તિઓમાંથી શ્રેષ્ઠ મૂર્તિની પસંદગી 15મી ડિસેમ્બરે કરવામાં આવશે અને તે મૂર્તિને મંદિરના ગર્ભગૃહમાં પવિત્ર કરવામાં આવશે. ગણેશ ભટ્ટ, અરુણ યોગીરાજ અને સત્યનારાયણ પાંડે દ્વારા મૂર્તિઓ તૈયાર કરવામાં આવી રહી છે
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં રામ લલાની મૂર્તિના અભિષેકના કાર્યક્રમમાં યજમાનની ભૂમિકામાં ભાગ લેશે. PM મોદી બપોરે લગભગ 12.30 વાગ્યે રામ લલ્લાની પ્રતિમાના અભિષેકમાં હાજરી આપશે.