ઓમાન પાસે અલી મદદ નામના માલવાહક જહાજમાં આગ લાગી છે. દૂર્ઘટના સમયે જહાજમાં ચાલક દળના 12થી 13 લોકો સવાર હતા. આ તમામને બચાવી લેવામાં આવ્યા છે. ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં જહાજમાં આગ જોવા મળી રહી છે. આ દરમિયાન એક બીજુ જહાજ પણ તેની પાસે ઉભેલુ જોવા મળે છે.
ચાલક દળના તમામ સભ્ય અન્ય એક જહાજની મદદ માંગવામાં સફળ રહ્યાં હતા, જેના પહોંચતા જ તમામ એક એક કરીને બીજા જહાજમાં આવી ગયા હતા. આગ લાગતા જ જહાજમાં ઘણુ નુકસાન થયું છે. જો કે, હજુ સુધી આગ લાગવાનું કારણ જાણવા મળ્યુ નથી.