કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાકાંડને લઇને નવી જાણકારી સામે આવી છે. સુખદેવ સિંહ પર ફાયરિંગ પછી હત્યા કર્યા બાદ હુમલાખોરો એક સ્કુટી લઇને ફરાર થઇ ગયા હતા. તે પછી બન્ને હુમલાખોર રેલ્વે સ્ટેશન પહોંચ્યા હતા અને પછી ટ્રેનમાં કુચામન સિટી પહોંચ્યા હતા. કુચામન સિટી રેલ્વે સ્ટેશન પાસે જ નારાયણપુરથી ડીડવાના માટે રોડવેઝ બસ પકડી હતી. ડીડવાના બસ સ્ટેશને રાત્રે 8 વાગ્યે પહોંચ્યા હતા. અહીંથી ભાડાની કાર લઇને સુજાનગઢ ગયા હતા. આ મુસાફરી દરમિયાન ડીડવાનાનો અર્જુન સૈની નામનો યુવક તેમની સાથે હતો.
અર્જુન સૈનીએ હુમલાખોરોની દરેક એક્ટિવિટી વિશે ડિટેલમાં જણાવ્યું છે. અર્જુન સૈનીએ કહ્યું, એક મિત્રનો ફોન આવ્યો કે ડીડવાનાથી સુજાનગઢ બે લોકોને છોડવાના છે. હું પત્નીને લઇને હોસ્પિટલ ગયો હતો. તે પછી પત્નીને મુકીને પેટ્રોલ પંપ પહોંચ્યો. ગાડી પહોંચતા જ બન્ને પાછળની સીટ પર બેસી ગયા હતા. તે બન્ને મિત્ર જેને ફોન કર્યો હતો, મે તેમણે કહ્યું કે તમે પણ સાથે આવો, સુજાનગઢ છોડીને પરત આવી જઇશું. તે બન્ને પણ સાથે આવ્યા હતા. તે પછી તેમણે કહ્યું કે હિસાર જવું છે.
મે કહ્યુ કે ટ્રેનમાં જતા રહો, જેના પર તેમણે કહ્યું કે ટ્રેન નહીં બસ કે ટેક્સીથી જ જઇશું. તે પછી અમે સુજાનગઢ બસ સ્ટેન્ડ પહોંચ્યા જ્યા બસ ઉભી હતી. તે અમારી સાથે ફ્રેન્ડલી વાતો કરતા હતા. પરત ફરતા જ રાત થતા હું ઉંઘી ગયો હતો. સવાર થતા ખબર પડી કે આવી ઘટના બની છે. સમાચારમાં જોયુ કે આ તે લોકો જ છે પછી મે એક અંકલને આખી વાત જણાવી હતી. તે પછી અંકલે કહ્યું કે તમારે પોલીસની મદદ કરવી જોઇએ, તે પછી હું પોલીસ સ્ટેશન જવા માટે નીકળ્યો હતો.