રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. પીએમ મોદીના વખાણ કરતા તેમણે કહ્યું કે ભારતીય વડાપ્રધાન દેશના લોકોના હિતોની રક્ષા માટે કડક વલણ અપનાવે છે. તેમણે એ પણ ભારપૂર્વક કહ્યું કે પીએમ મોદીની નીતિ નવી દિલ્હી અને મોસ્કો વચ્ચેના ગાઢ સંબંધોની ગેરંટી છે.
રશિયન રાષ્ટ્રપતિએ કહ્યું કે સાચું કહું તો મોદીને ડરાવી કે ધમકાવી ન શકાય. ભારતીય લોકોના રાષ્ટ્રીય હિતોની રક્ષા અંગેના તેમના કડક વલણથી કેટલીકવાર મને આશ્ચર્ય થાય છે. રશિયાના રાષ્ટ્રપતિએ એ પણ નોંધ્યું કે રશિયા-ચીન સંબંધો સતત તમામ દિશામાં વિકાસ કરી રહ્યા છે અને તેની મુખ્ય ગેરંટી વડાપ્રધાન મોદીની નીતિ છે.
ગયા મહિને ભારત દ્વારા આયોજિત વિશેષ વર્ચ્યુઅલ G20 સમિટ દરમિયાન, રશિયાએ સપ્ટેમ્બરમાં નવી દિલ્હી સમિટ દરમિયાન હાંસલ કરેલા સારા પરિણામો સાથે તેના અત્યંત ઉત્પાદક કાર્ય માટે ભારતની G20 અધ્યક્ષતાની પ્રશંસા કરી હતી.