બોકસ ઓફીસ પર સુપરહીટ નીવડી 1160 કરોડની કમાણી કરનાર શાહરૂખખાન સ્ટારર ફિલ્મ ‘જવાન’એ વધુ એક સિદ્ધિ મેળવી છે. એએસટીઆરએ એવોર્ડ-2024 માં બેસ્ટ ઈન્ટરનેશનલ ફિચર ફિલ્મ માટે નોમિનેશન મળ્યુ છે.
ધી હોલીવુડ ક્રિએટીવ એસાઈન્સે આ નોમિનેશન્સ જાહેર કર્યા છે. જેમાં બાર્બી, ઓપન હેઈમર, સ્પાઈડરમેન:એફ્રોસ ધી સ્પાઈડર વર્સી, કિલર ઓફ ધી ફલાવર મુન અને જોનવીક જેવી હોલીવુડની ફિલ્મોનો સમાવેશ થાય છે. આ એએસટીઆરએ એવોર્ડ 2024 માટે ભારતીય ફિલ્મ ‘જવાન’નોમીનેટ થઈ છે.તેનો સામનો ફ્રાન્સની એનોટોમી ઓફ એફેલ, સાઉથ કોરીયાની કોંક્રીટ યુરોપીયા, ફિનલેન્ડની ફેલન લિવ્સ, જાપાનની પરફેકટ ડેઝ મેકિસકોની રેડીકલ, સ્પેનની સોસાયટી ઓફ ધી સ્નો, ફ્રાન્સની ધી ટેસ્ટ ઓફ થીંગ્ઝ, જર્મનીની ધી ટીચર્સ લાફ, અને યુનાઈટેડ કિંગડમની ધી ઝોન ઓફ ઈન્ટરેસ્ટ ફિલ્મ સાથે થશે. આ એવોર્ડ સમારોંરોહ 26 ફેબ્રુઆરીએ લોસ એન્જલસમાં યોજાશે. જેમાં એવોર્ડ વિનર્સની જાહેરાત થશે.