ઇરાકના ઉત્તરી શહેર એરવિલ પાસે એક યૂનિવર્સિટીની હોસ્ટેલમાં આગ લાગતા 14 લોકોના મોત થયા છે જ્યારે 18 લોકો ઘાયલ થયા છે. આ ઘટના એરવિલના સોરન શહેરમાં બની હતી.
સમાચાર એજન્સીએ જણાવ્યું હતું કે શુક્રવારની રાત સુધીમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું કહેવાય છે. આ વિસ્તાર કુર્દીસ્તાન પ્રાંતમાં આવે છે. કુર્દીસ્તાનના વડાપ્રધાન મસરૂર બરઝાનીએ આ ઘટના અંગે તપાસ સમિતિની રચના કરી છે.
ઈરાકમાં ઈમારતોમાં આગ જેવી ઘટનાઓ અવારનવાર બને છે. સલામતીના નિયમોની અવગણના કરીને ત્યાં ઘણીવાર બાંધકામો કરવામાં આવે છે. આ ઉપરાંત ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં પણ ઘણી બેદરકારી જોવા મળી રહી છે.