Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સુરત ડાયમંડ બુર્સ વિવાદમાં : 539 કરોડની ચુકવણીનો મામલો પહોંચ્યો કોર્ટમાં

100 કરોડની રકમ બેંક ગેરંટી તરીકે સાત દિવસમાં જમા કરાવવા આદેશ : અમારે એક પણ રૂપિયો આપવાનો નીકળતો નથી અને આપવાના પણ નથી : ડાયમંડ બુર્સ મેનેજમેન્ટ

dharmendravaghela by dharmendravaghela
2023-12-09 11:38:54
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન થાય તે પહેલા સુરત ડાયમંડ બુર્સ વિવાદમાં આવ્યું છે. ડાયમંડ બુર્સના કર્તાધર્તાઓ દ્વારા કંટ્રક્શન કરનાર કંપનીને ચૂકવવા પાત્ર રૂપિયા નહિ આપતા મામલો કોમર્શિયલ કોર્ટમાં પોહચ્યો છે. કોર્ટે આ મામલે કંપનીને તાત્કાલિક 100 કરોડ રૂપિયા જેટલી રકમ જમા કરાવવા આદેશ કર્યો છે.
સુરતના ખજોદ ખાતે સુરત ડાયમંડ બુર્સનું ભવ્ય નિર્માણ કરવામાં આવ્યું છે. મુંબઈ અને સુરતના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા હીરા વેપારીઓ અહીંથી જ સીધા ડાયમંડ ટ્રેડિંગ કરી શકે તે માટે હીરા બુર્સનું નિર્માણ થયું છે. પીએસપી કંપનીએ હીરા બુર્સનું કંસ્ટ્રક્શન કામ કર્યું છે,પરંતુ ડાયમંડ બુર્સ મેનેજમેન્ટ દ્વારા કંસ્ટ્રક્શન કરનાર પીએસપી કંપનીનું બાકી પેમેન્ટ ચુકવવામાં આવ્યું નથી તેવો દાવો કરવામાં આવ્યો છે.જે અંગે કોર્ટ કાર્યવાહી થતાં સુરતનું હીરા બુર્સ વિવાદમાં આવ્યું છે.
આ અંગે પીએસપી કંપનીના લીગલ એડવાઇઝર ભગીરથ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, હીરા બુર્સનું સંપૂર્ણ બાંધકામ અમારી પીએસપી પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આ કંપની એક પબ્લિક પ્રાઇવેટ લિમિટેડ કંપની છે. બિલ્ડીંગનું સંપૂર્ણ કન્સ્ટ્રકશન પૂર્ણ કર્યા બાદ હીરા બુર્સના મેનેજમેન્ટને હેન્ડ ઓવર કરવામાં આવ્યું છે. પરંતુ મેનેજમેન્ટ તરફથી બાકી નીકળતા બીલો ચૂકવવામાં આવ્યા નહોતા.
આ અંગે પીએસપી પ્રાઇવેટ લિમિટેડ દ્વારા અનેક વખત નોટિસ મોકલવામાં આવી છે. આ અંગે ગ્રુપ મીટીંગો પણ થઈ પરંતુ પેમેન્ટ આપવામાં ક્યાંકને ક્યાંક ટાળવામાં આવી રહ્યું હતું. જેથી છઠ્ઠી ડિસેમ્બરના રોજ સુરતની સ્પેશિયલ કોમર્શિયલ કોર્ટમાં આ મામલે એક પિટિશન દાખલ કરવામાં આવી હતી. આ પિટિશનમાં વ્યાજ સહિત હીરા બુર્સ પાસેથી કુલ 539 કરોડ રૂપિયા જેટલી બાકી રકમ લેવાની નીકળી રહી છે.
આ બાબતને કોર્ટ દ્વારા ધ્યાને લેવામાં આવી અને કંપનીને નુકશાન થયું હોવાનું તારણ આપી છઠ્ઠી ડિસેમ્બરના રોજ મહત્વનો ઓર્ડર કર્યો હતો. કોર્ટના ઓર્ડર મુજબ હીરા બુર્સના મેનેજમેન્ટને બેંકમાં 100 કરોડની રકમ બેંક ગેરંટી તરીકે સાત દિવસમાં જમા કરાવવા આદેશ કર્યો હતો. આ અંગે હીરા બૂર્સને સમન્સ પણ બજાવી દેવામાં આવ્યું છે. ઉપરાંત આ કેસની હિયરિંગ કોર્ટ દ્વારા આગામી 16 મી ડિસેમ્બરના રોજ રાખવામાં આવી છે.
બીજી તરફ આ સમગ્ર મામલે સુરત ડાયમંડ બુર્સના મેનેજમેન્ટ તરફથી પણ એક નિવેદન સામે આવ્યું છે. સુરત ડાયમંડ બુર્સના પ્લાનિંગ અને બાંધકામ કમિટીના કન્વીનર લાલજીભાઈ પટેલે કહ્યું કે આ બાંધકામનો કોન્ટ્રાકટ PS પટેલને આપવામાં આવેલ હતો. જેમ જેમ કામ પૂર્ણ થવા લાગ્યું તેમાં રૂપિયા આપવામાં આવ્યા છે, ખાલી બે ટકા રૂપિયા આપવાના બાકી છે. કોન્ટ્રાકટરોનું કામ બાકી છે કામ પૂર્ણ થશે તો અમે રૂપિયા ચૂકવી આપીશું. અમારે એક પણ રૂપિયો આપવાનો નીકળતો નથી અને આપવાના પણ નથી. આ કેસમાં અમારી લીગલ ટીમ કોર્ટમાં જવાબ રજૂ કરશે.

 

Tags: courtdiamond boursesurat
Previous Post

ઇરાક: યૂનિવર્સિટી હોસ્ટેલમાં આગ લાગતા 14 વિદ્યાર્થીઓના મોત : 18 ઘાયલ

Next Post

તેલંગાણામાં ભાજપ ધારાસભ્યો નહીં લે શપથ

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
તેલંગાણામાં ભાજપ ધારાસભ્યો નહીં લે શપથ

તેલંગાણામાં ભાજપ ધારાસભ્યો નહીં લે શપથ

ચિત્તાનું રહેઠાણ કચ્છનું બન્ની ગ્રાસ લેન્ડ હવે પુનઃ વિશ્વ ફલક પર બનશે જાણીતુ

ચિત્તાનું રહેઠાણ કચ્છનું બન્ની ગ્રાસ લેન્ડ હવે પુનઃ વિશ્વ ફલક પર બનશે જાણીતુ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.