રવિવારે છત્તીસગઢને આખરે નવા સીએમ મળી ગયા છે. પક્ષે આદિવાસી નેતા વિષ્ણુદેવ સાયના નામને મંજૂરી આપતા તેઓ છત્તીસગઢના નવા સીએમ બન્યા છે. ચાર વખત સાંસદ, બે વખત વિધાન સભ્ય અને બે વખત પ્રદેશ અધ્યક્ષ રહી ચૂકેલા વિષ્ણુદેવ સાયની સંપત્તિ કરોડોમાં છે.
વિધાનસભાની તાજેતરની ચૂંટણી દરમિયાન ચૂંટણી પંચને સબમિટ કરવામાં આવેલી એફિડેવિટ અનુસાર તેમની પાસે ૩ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે. માયનેતા ડૉટ કોમ વેબ પોર્ટલ અનુસાર વિષ્ણુદેવ સાય અને તેમના પરિવારની કુલ સંપત્તિ ૩,૮૦,૮૧,૫૫૦ રૂપિયા છે, જ્યારે જવાબદારીની વાત કરીએ તો તે ૬૫,૮૧,૯૨૧ રૂપિયા છે. છત્તીસગઢના નવા સીએમએ શેર, બોન્ડ કે પોસ્ટલ સેવિંગ્સમાં કોઈ રોકાણ કર્યું નથી.