શેરબજારે સોમવાર -11 ડિસેમ્બર આજે નવી ઓલ ટાઈમ હાઈ બનાવી છે. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ પ્રથમ વખત 70 હજારને પાર કરીને 70,048ના સ્તરને સ્પર્શ્યો હતો. નિફ્ટી પણ 21,019ના સ્તરને સ્પર્શ્યો હતો. અગાઉ શુક્રવાર (8 ડિસેમ્બર)ના રોજ પણ શેરબજારે ઓલ ટાઈમ હાઈ બનાવ્યું હતું.
સેન્સેક્સ 100 પોઈન્ટના ઉછાળા સાથે 69,925 પર ખુલ્યો હતો. નિફ્ટીમાં પણ 82 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો, તે 20,965ના સ્તરે ખુલ્યો હતો. શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સના 30 શેરોમાંથી 17માં વધારો અને 13માં ઘટાડો જોવા મળ્યો હતો.