જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો એટલે કે કલમ 370 હટાવવાનો નિર્ણય યોગ્ય હતો કે નહીં તે અંગે CJIએ કહ્યું- કલમ 370 અસ્થાયી વ્યવસ્થા હતી, બીજા રાજ્યોની જેમ જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે.મોદી સરકારે તેના બીજા કાર્યકાળમાં 5 ઓગસ્ટ 2019ના રોજ કલમ 370 નાબૂદ કરી હતી. આ તરફ ચુકાદા પહેલા જ જમ્મુ-કાશ્મીરમાં રાજકીય ગરમાવો વધી ગયો છે.
પીડીપીનો આરોપ છે કે ચુકાદા પહેલા પોલીસે તેમના નેતા મહેબૂબા મુફ્તીની ગેરકાયદેસર રીતે નજરકેદ કરી લીધા છે. આ બાબતે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ કોઈને પણ નજરકેદ કરાયા હોવાની વાતને નકારી હતી. સિંહાએ આવા સમાચારોને અફવા ફેલાવવાનો પ્રયાસ ગણાવ્યો હતો.
જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો એટલે કે કલમ 370 હટાવવાનો નિર્ણય યોગ્ય હતો કે નહીં તે અંગે સુપ્રીમ કોર્ટ આજે 11 ડિસેમ્બરે પોતાનો ચુકાદો આપી શકે છે. મોદી સરકારે તેના બીજા કાર્યકાળમાં 5 ઓગસ્ટ 2019ના રોજ કલમ 370 નાબૂદ કરી હતી.