Thursday, October 16, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગુજરાતમાં 1.65 કરોડના ખર્ચે સ્માર્ટ મીટર લગાવાશે

5,229 ફીડર સ્માર્ટ મીટર પણ લગાવાશે : પરિમલ નથવાણીના સવાલનો સરકારે આપ્યો જવાબ

dharmendravaghela by dharmendravaghela
2023-12-13 11:45:07
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

વીજ ક્ષેત્ર માટે રિવેમ્પ ડિસ્ટ્રીબ્યૂશન સેક્ટર સ્કીમ હેઠળ નાણાકીય વર્ષ (એફવાય) 2021-22થી એફવાય 2025-26 સુધીના પાંચના ગાળા દરમિયાન કુલ રૂ. 16,663 કરોડના ખર્ચને મંજૂરી આપી છે. RDSSનો ઉદ્દેશ વિતરણ ક્ષેત્રમાં નાણાકીય શિસ્તને લાગુ કરવા ઉપરાંત ઉપભોક્તાઓને સતત વીજ પૂરવઠો પૂરો પાડવાનો છે. રાષ્ટ્રીય સ્તરે આ સમયગાળા દરમિયાન કુલ ખર્ચ રૂ. 3,03,758 કરોડ અને કુલ અંદાજપત્રીય સહાયતા રૂ. 97,631 કરોડ રહી હતી. આ માહિતી કેન્દ્રીય વીજ અને નવી તથા રિન્યુએબલ ઊર્જા મંત્રી આર કે સિંહ દ્વારા 12 ડિસેમ્બર, 2023ના રોજ રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા પ્રશ્નના જવાબમાં ગૃહમાં ઉપલબ્ધ બનાવવામાં આવી હતી.
મંત્રીના નિવેદન અનુસાર, વિવિધ રાજ્યોમાં આશરે 19.79 કરોડ પ્રિ-પેઈડ કન્ઝ્યુમર સ્માર્ટ મીટર્સ લગાવવાનું આયોજન છે, જેમાંથી 1.65 કરોડ સ્માર્ટ મીટર્સ ગુજરાતમાં લગાવવામાં આવશે. પ્રથમ તબક્કામાં ગુજરાતમાં કુલ 66.09 લાખ સ્માર્ટ મીટર, જ્યારે બીજા તબક્કામાં વધુ 1.05 કરોડ મીટર લગાવવામાં આવશે. સાંસદ નથવાણી વર્ષ 2018થી અત્યાર સુધીમાં વીજ મંત્રાલયે શરૂ કરેલી યોજનાઓ વિશે જાણવા માગતા હતા. સાથે તેમણે આ યોજનાઓ હેઠળ ફાળવાયેલા અને તેના અમલ માટે ઉપયોગ કરાયેલા ફંડ્સની વિગતો પણ માંગી હતી.
તેમજ વધુમાં જણાવ્યું કે, રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશો RDSS હેઠળ આશરે 52 લાખ ડિસ્ટ્રીબ્યૂશન ટ્રાન્સફોર્મર (ડીટી) સ્માર્ટ મીટર્સ અને 1.88 લાખ ફીડર સ્માર્ટ મીટર્સ લગાવવાનું આયોજન ધરાવે છે, જેમાંથી 3 લાખ જેટલા ડીટી સ્માર્ટ મીટર્સ અને 5,229 ફીડર સ્માર્ટ મીટર્સ એકલા ગુજરાતમાં જ લગાવાશે. ફીડર અને ડીટી સ્માર્ટ મીટરથી એનર્જી એકાઉન્ટીંગ ઓટોમેટિક અને સચોટ બનતાં હાઈ લોસ એરિયા શોધવામાં મદદ મળશે. આજદિન સુધીમાં, લોસ રિડક્શન (એલઆર) કામકાજ માટે રૂ. 1,21,778 કરોડના કુલ ખર્ચ ધરાવતા ડીપીઆરને મંજૂર કરાઈ ચૂક્યા છે અને ભારતમાં સ્માર્ટ મીટરિંગના કામો માટે રૂ. 1,30,474 કરોડ મંજૂર કરાયા છે.
જવાબમાં એ પણ ઉલ્લેખ કરાયો હતો કે, RDSS હેઠળ મંજૂર કરાયેલા કુલ ખર્ચમાંથી, રૂ. 5,897.22 કરોડને સ્કીમ ગાઈડલાઈન્સ મુજબ સ્કીમ લોંચ કરાઈ ત્યારથી માંડીને 06-12-2023 સુધીમાં જારી કરી દેવાયા છે, જેમાંથી રૂ. 308 કરોડ છેલ્લા બે વર્ષ અને વર્તમાન વર્ષ દરમિયાન ગુજરાત માટે જારી કરવામાં આવ્યા છે.

 

Tags: gujaratsmart electricy meter
Previous Post

ભજનલાલ શર્મા રાજસ્થાનના મુખ્યમંત્રી તરીકે 15 ડિસેમ્બરે લેશે શપથ

Next Post

ઊંઝા તાલુકામાં નકલી જીરું બનાવતી ફેક્ટરી પકડાઈ

dharmendravaghela

dharmendravaghela

Related News

ભારત અમને ઓઈલના પૈસા ચાઈનીઝ કરન્સીમાં ચૂકવે છે: રશિયાના Dy. PM એલેકઝેન્ડર નોવાક
આંતરરાષ્ટ્રીય

ભારત અમને ઓઈલના પૈસા ચાઈનીઝ કરન્સીમાં ચૂકવે છે: રશિયાના Dy. PM એલેકઝેન્ડર નોવાક

October 16, 2025
માઈક્રોસોફ્ટે વિન્ડોઝ 10 બંધ કર્યું,
આંતરરાષ્ટ્રીય

માઈક્રોસોફ્ટે વિન્ડોઝ 10 બંધ કર્યું,

October 16, 2025
આપઘાત કરનારા IPS પૂરણ સામે લાંચ, ખંડણી અને મહિલા અધિકારીઓ ઉપર જાતીય સતામણીનો  ASIનો આક્ષેપ
તાજા સમાચાર

આપઘાત કરનારા IPS પૂરણ સામે લાંચ, ખંડણી અને મહિલા અધિકારીઓ ઉપર જાતીય સતામણીનો ASIનો આક્ષેપ

October 16, 2025
Next Post
ઊંઝા તાલુકામાં નકલી જીરું બનાવતી ફેક્ટરી પકડાઈ

ઊંઝા તાલુકામાં નકલી જીરું બનાવતી ફેક્ટરી પકડાઈ

ન્યુયોર્ક, વોશિંગ્ટન, મેક્સિકો, હોંગકોંગ, બેલ્જિયમ સહિત વિશ્ર્વભરમાં ગુજરાતનો ગરબો ઘૂમ્યો

ન્યુયોર્ક, વોશિંગ્ટન, મેક્સિકો, હોંગકોંગ, બેલ્જિયમ સહિત વિશ્ર્વભરમાં ગુજરાતનો ગરબો ઘૂમ્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.