ગઈ કાલે લોકતંત્રના મંદિર પર થયેલા ઘાતકી આતંકવાદી હુમલાની 22મી વરસી પર શહીદોને યાદ કરી રહ્યો હતો. તે જ દિવસે ફરી એકવાર નવા બનેલા સંસદ ભવનમાં સુરક્ષામાં મોટી ચુક જોવા મળી હતી. આ કેસમાં એક આરોપી હજુ પણ ફરાર છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે IPCની કલમ 452 અને 120-B ઉપરાંત UAPAની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે.
તમામ આરોપી 10 ડિસેમ્બરની રાત્રે ગુરુગ્રામમાં વિકી અને વૃંદાના ઘરે પહોંચ્યા હતા. લલિત ઝા પણ મોડી રાત્રે ગુરુગ્રામ પહોંચ્યા હતા. અમોલ શિંદે મહારાષ્ટ્રથી રંગીન ફટાકડા લાવ્યો હતો. સાગર શર્માએ 13મી ડિસેમ્બરે સવારે 9 વાગે મહાદેવ રોડ પરથી સાંસદ પ્રતાપ સિંહાના પીએ પાસેથી પાસ મેળવ્યો હતો. આરોપીઓને ઈન્ડિયા ગેટ પર મળ્યા હતા. અહીં અમોલ શિંદેએ દરેકને રંગીન ફટાકડા વહેંચ્યા હતા. સાગર શર્મા અને મનોરંજન ડી 13 ડિસેમ્બરે બપોરે 12 વાગે સંસદ ભવનમાં પ્રવેશ્યા હતા.






