આમ આદમી પાર્ટી (AAP)ના MLA ચૈતર વસાવાને લઈને મોટા સમાચાર આવ્યા છે. નર્મદામાં વનકર્મીને માર મારવાના કેસમાં હવે આપના MLA ચૈતર વસાવા સરેન્ડર કરવાના છે. માહિતી છે કે ચૈતર વસાવા ડેડિયાપાડ પોલીસ મથકમાં આજે સરેન્ડર કરશે.આ મામલે ચૈતર વસાવા છેલ્લા એક મહિનાથી ભૂગર્ભમાં છે. ચૈતર વસાવા પર વનકર્મી પર હુમલો અને હવામાં ફાયરિંગ સહિતના ગુના નોંધાયેલા છે.
ગુજરાત વિધાનસભાની ગત ચૂંટણી બાદથી આપ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સતત ચર્ચામાં રહે છે. ત્યારે હવે તેમને લઈને એક મોટા સમાચાર આવ્યા છે. વનકર્મી પર હુમલો કરવાના મામલે ચૈતર વસાવા આજે ડેડીયાપાડા પોલોસ સ્ટેશન ખાતે હાજર થઈ શકે છે. જણાવી દઈએ કે, વનકર્મી એ પોલીસ ફરિયાદ કરતા આ મામલે છેલ્લા 1 મહિનાથી ચૈતર વસાવા ભૂગર્ભમાં છે.
આ કેસ હેઠળ ચૈતર વસાવાએ સેશન્સ કોર્ટ અને ત્યાર બાદ હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, જેને બંને કોર્ટે ફગાવી દીધી હતી. માહિતી છે કે, આજે 10 વાગ્યા સુધી ચૈતર વસાવા ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં હાજર થઈ શકે છે.