ભાવનગરના કાળિયાબીડ, રામમંત્ર મંદિર પાસેથી નીલમબાગ પોલીસે ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા શખ્સને ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
નિલમબાગ પોલીસ સ્ટાફ ગઈ મોડી રાત્રીના સમયે કાળિયાબીડ, પાણીની ટાંકી પાસે પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન શંકાના આધારે આ સ્થળેથી પસાર થઈ રહેલા એક્સેસ સ્કૂટર ચાલકને અટકાવવાનો પ્રયાસ કરતા સ્કૂટર ચાલકે તેનું સ્કૂટર ઊભું નહીં રાખતા પોલીસે તેનો પીછો કરી રામ મંત્ર મંદિર પાસે તેને ઝડપી લઇ તપાસ કરવા તેની પાસેથી ઇંગ્લિશ દારૂની અલગ અલગ બ્રાન્ડની મોટી સાઇઝની ૦૪ બોટલ, કિં. રૂ. ૭,૫૫૦ મળી આવી હતી.
પોલીસે ઇંગ્લિશ દારૂ, ૦૨ મોબાઇલ તેમજ સ્કૂટર મળી કુલ રૂ. ૬૦,૫૫૦ ના મુદ્દામાલ સાથે ધવલ ધીરુભાઈ જાંબુચા (રહે. ઘોઘા જકાતનાકા, ધાવડીમાં વાળો ખાંચો, મફતનગર ભાવનગર)ની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.