સંસદની સુરક્ષામાં ચૂક મામલાનો માસ્ટરમાઇન્ડ લલિત ઝાએ નવી દિલ્હી વિસ્તારમાં આવેલા એક પોલીસ સ્ટેશનમાં ગઈકાલે આત્મસમર્પણ કર્યું હતું. જ્યારે આ મામલે પોલીસે એક નવો ખુલાસો કર્યો છે. પોલીસનું કહેવું છે કે મહેશ નામના એક શખ્સ સાથે આરોપી લલિત ઝા પોતે કર્તવ્ય પથ પોલીસ સ્ટેશન પર પહોંચ્યો હતો. અહીં લલિતે સરેન્ડર કર્યું હતું. લલિત ઝાની પોલીસે ધરપકડ કરી છે. જ્યારે મહેશની પણ અટકાયત કરવામાં આવી છે.
સંસદમાં ઘૂસણખોરીની ઘટના બાદ માસ્ટરમાઇન્ડ લલિત ઝા દિલ્હીથી સીધો રાજસ્થાન ભાગ્યો હતો અને અહીં તે મહેશ નામના એક શખ્સના ઠેકાણા પર પહોંચ્યો હતો. મહેશ પણ 13 ડિસેમ્બરે સંસદ ભવન આવવવાનો હતો. મહેશને આ તમામ ઘટના અંગે પહેલાથી જ માહિતી હતી. મહેશ સાથે લલિત ઝા દિલ્હી પહોંચ્યો હતો અને પછી આત્મસમર્પણ કર્યું હતું. દિલ્હી પોલીસને મહેશની પણ શોધ હતી. સંસદમાં ઘૂસણખોરીનો માસ્ટમાઇન્ડ લલિત ઝા ઘટનાનો વીડિયો બનાવ્યા પછી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
લલિત ઝા બસથી રાજસ્થાનના નાગૌર પહોંચ્યો હતો. ત્યાં તેણે એક હોટેલમાં રાત રોકાણ કર્યું હતું. ત્યાર પછી જ્યારે તેને ખબર પડી કે પોલીસ તેની શોધમાં છે ત્યારે તે મહેશ સાથે દિલ્હી આવી ગયો અને આત્મસમર્પણ કર્યું.