સાવકી પુત્રી પર બળાત્કાર ગુજારનારા પિતાની ધરપકડ કરવામાં આવી છે. 43 વર્ષીય સાવકા પિતાએ તેની દસ વર્ષની સાવકી પુત્રી પર બળાત્કાર કર્યો હતો. નિકોલ પોલીસે સાવકા પિતાની ધરપકડ કરી છે. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે બાળકીની માતાએ અભયમ 181 મહિલા હેલ્પલાઈન અધિકારીઓને ફોન કર્યો. “બુધવારની મોડી રાત્રે, જ્યારે તેની પુત્રીએ પેટમાં દુખાવાની ફરિયાદ કરી માતાને આ વાતની ખબર પડી.
મહિલાએ પુત્રીને પૂછતા તેણે જણાવ્યું હતું કે સાવકા પિતાએ ઘરની બધી લાઇટ બંધ કરી દીધી હતી અને તેના કપડાં ઉતારી દીધા હતા. માતા બધું સમજી ગઈ અને તરત જ હેલ્પલાઈનને જાણ કરી,” એમ એક કાઉન્સેલરે જણાવ્યું હતું. મહિલાએ જણાવ્યું હતું કે આ તેના બીજા લગ્ન છે અને તેને પહેલા લગ્નથી 18 અને 10 વર્ષની બે દીકરીઓ છે. મહિલા અનેક ઘરોમાં રસોઈયા તરીકે કામ કરે છે અને તેનો પતિ ચોકલેટ ફેક્ટરીમાં કામ કરે છે. તે મહિલા કરતાં વહેલો ઘરે આવે છે અને બાળકો સાથે સમય વીતાવે છે.
“મહિલા દ્વારા વધુ તપાસ કરવા પર, એવું બહાર આવ્યું કે સાવકા પિતાએ મોટી સાવકી પુત્રીની પણ છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે અન્યને કહેશે તેવો ડર હતો. આ રીતે તેણે નાની છોકરીને નિશાન બનાવી હતી. તેનું કહેવું હતું કે અગાઉ બે વખત તેના પર બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે ભાગવામાં સફળ રહી હતી. તેની માતાને આની જાણ કરવામાં આવતા તે ખૂબ આઘાત પામી હતી, ” એમ કાઉન્સેલરે જણાવ્યું હતું.





