શેરબજારમાં તોફાની ઉછાળો ચાલુ છે. દરરોજ નવા રેકોર્ડ સ્તરો જોવા મળી રહ્યા છે. આજે ફરીથી સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. નવી તેજીમાં સેન્સેક્સ અને નિફ્ટી રેકોર્ડ હાઈ પર ખુલવામાં સફળ રહ્યા છે.
BSE સેન્સેક્સ 289.93 પોઈન્ટ અથવા 0.41 ટકાના વધારા સાથે 70,804 ના સ્તર પર ખુલ્યો. જ્યારે NSE નો નિફ્ટી 104.75 પોઈન્ટ અથવા 0.49 ટકાના વધારા સાથે 21,287 પર ખુલ્યો હતો. પ્રી-ઓપનિંગમાં માર્કેટમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. BSE સેન્સેક્સ 292.87 પોઈન્ટ અથવા 0.42 ટકાના વધારા સાથે 70807 ના સ્તર પર હતો. NSE નો નિફ્ટી 104.75 પોઈન્ટ્સ અથવા 0.49 ટકાના ઉછાળા સાથે 21287 ના સ્તર પર કારોબાર કરી રહ્યો હતો.
વર્ષ 2023માં ભારતીય શેરબજારમાં રોકાણકારોને વધુ લાભ થયો છે. ભારતીય શેરબજારમાં ટાટા ગ્રુપ, અદાણી, રિલાયન્સ અને બિરલા ગ્રુપની કંપનીઓ ઉપરાંત સરકારી ક્ષેત્રની કંપનીઓ જેવી કે ઊર્જા ક્ષેત્રના શેરો હોય કે સંરક્ષણ અથવા સરકારી ક્ષેત્રના બેંકિંગ શેરોના શેરથી રોકાણકારોને વધુ લાભ થયો છે.
સરકારી ક્ષેત્રની કંપનીઓમાં ઊર્જા ક્ષેત્રનો REC સ્ટોક સૌથી મોટો મલ્ટિબેગર સ્ટોક સાબિત થયો છે. સરકારી કંપનીઓમાં 2022ના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં નિફ્ટી PSE ઈન્ડેક્સ 4367 પોઈન્ટ પર બંધ થયો હતો. જે 14 ડિસેમ્બર 2023ના રોજ 7548 પોઈન્ટ પર બંધ થયો હતો. 2023માં આ ઇન્ડેક્સમાં લગભગ 73 ટકાનો ઉછાળો આવ્યો છે. જ્યારે કોરોના સમયગાળા પછીના ત્રણ વર્ષમાં આ સૂચકાંક 160 ટકા વધ્યો છે.