બીજિંગમાં ભારે બરફમાં બે સબવે ટ્રેનો અથડાતા થયેલા અકસ્માતમાં ૫૧૫ જણ ઘાયલ થયાં હતાં અને એમને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સત્તાવાળાઓએ શુક્રવારે જણાવ્યું હતું કે આ દુર્ઘટના બીજિંગનાં પર્વતીય પશ્ર્ચિમમાં ચાંગપિંગ લાઇનના ઉપરના ભાગ પર બની હતી.
સિટી ટ્રાન્સપોર્ટ ઓથોરિટીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે લપસણો ટ્રેકને લીધે આગળની ટ્રેન પર સ્વચાલિત બ્રેકિંગ લાગી હતી અને પાછળથી આવતી એક ટ્રેનને સમયસર બ્રેક ન લાગતાં બને અથડાઇ હતી.