ગાઝામાં ચાલી રહેલા યુદ્ધની વચ્ચે ઈઝરાયલી સુરક્ષાકર્મીઓથી મોટી ભુલ થઈ ગઈ છે. આઈડીએફના પ્રવક્તા ડેનિયલ હાગારીએ જણાવ્યું કે ઈઝરાયલી સુરક્ષા દળ (IDF)એ 7 ઓક્ટોબરના હુમલા બાદ હમાસ દ્વારા બંધક બનાવેલા પોતાના જ ત્રણ નાગરીકોને ખતરો સમજીને તેમના પર ગોળીબાર કરી દીધો. આ ઘટનામાં ત્રણેય નાગરીકોના મોત થઈ ગયા. ડેનિયલ હગારીએ કહ્યું કે આઈડીએફ આ દુખદ ઘટનાની જવાબદારી લે છે.