આગામી વર્ષે 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં શ્રી રામ મંદિરનું ભવ્ય ઉદઘાટન થવાનું છે. ભગવાન રામની મૂર્તિને ગર્ભગૃહમાં સ્થાપિત થતી જોવા માટે લાખો તીર્થયાત્રીઓ અયોધ્યામાં ઉમટી પડશે તેવી આશા છે.
ચંપત રાયે રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ વિશે જાણકારી આપતાં કહ્યું કે સમારોહ 22 જાન્યુઆરી બપોરના 12 વાગ્યે થશે. ગર્ભગૃહ તૈયાર છે, મૂર્તિ પણ તૈયાર છે પણ સંપૂર્ણ મંદિર નિર્માણમાં હજુ બે વર્ષનો સમય લાગશે. જુદા જુદા રાજ્યોના અનેક લોકો આ દરમિયાન અયોધ્યા જવાની યોજના બનાવી રહ્યા છે પણ ચંપત રાયે રામભક્તોને આ દરમિયાન અયોધ્યા ન આવવાનું કહી દીધું છે.
ચંપત રાયે કહ્યું કે રામભક્તો 22 જાન્યુઆરીએ અયોધ્યા આવવાની જગ્યાએ નજીકના મંદિરમાં આનંદ મહોત્સવ મનાવે. તેમણે કહ્યું કે 22 જાન્યુઆરીએ અયોધ્યાન ન આવતા… નજીકના મંદિરમાં ભેગા થજો, ભલે પછી તે નાનું હોય કે મોટું… જે મંદિર તમારા માટે સંભવ હોય, ત્યાં જાઓ, ભલે તે તમારુ હોય. શહેરમાં આ દરમિયાન ભીડ ન થાય એટલા માટે હું આ આગ્રહ કરી રહ્યો છું. તેમણે કહ્યું કે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે દેશવિદેશથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટશે અને તેમની સુવિધા માટે ટેન્ટ સિટી બનાવાઈ રહી છે જેમાં 80 હજાર શ્રદ્ધાળુઓ રોકાણ કરી શકશે. તેમાં ભોજનની પણ ઉત્તમ વ્યવસ્થા કરાશે.





