Monday, October 27, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સુરતનું ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ હબ

પેન્ટાગોન કરતા પણ મોટી ઓફિસ, 1.5 લાખ લોકોને રોજગાર

dharmendravaghela by dharmendravaghela
2023-12-18 11:36:44
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વના સૌથી મોટી કોર્પોરેટ ઓફિસ હબ ‘સુરત ડાયમંડ બુર્સ’નું ઉદ્દઘાટન કર્યું હતું. ૩૫.૫૪ એકર વિશાળ જગ્યામાં સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રીક્ટ (CBD) અને સામાજિક, વ્યાપારિક તથા શૈક્ષણિક માળખાગત સુવિધાઓ સાથે અતિમહત્વકાંક્ષી ‘સુરત ડ્રીમ સિટી’ પ્રોજેક્ટના ભાગરૂપે સાકાર થયેલા બુર્સને વડાપ્રધાન મોદીએ ખૂલ્લું મૂક્યુ હતું. અંદાજિત રૂ.૩૪૦૦ કરોડના ખર્ચે નિર્મિત વિશ્વના સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ હબના પ્રારંભ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેન્દ્ર અને રાજ્યના મંત્રીઓ, ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભભાઈ લખાણી, ડિરેક્ટર સર્વ મથુરભાઈ સવાણી, ગોવિંદભાઈ ધોળકિયા, લાલજીભાઈ પટેલ, સુરત ડાયમંડ ઈન્સ્ટીટયુટના ચેરમેન દિનેશભાઈ નાવડિયા, બુર્સ કમિટીના સભ્યશ્રીઓ સહિત હીરા ઉદ્યોગના માંધાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
સુરત ડાયમંડ મેન્યુફેક્ચરિંગમાં આગવી વૈશ્વિક ખ્યાતિ ધરાવે છે, ત્યારે આ બુર્સ સાકાર થતાં સુરત હવે ડાયમંડ ટ્રેડિંગનું પણ હબ બની જશે, એ સાથે જ સુરતની વિકાસગાથામાં વધુ એક પ્રકરણનો ઉમેરો થશે. બુર્સ બનાવવાનો મુખ્ય આશય ભારતમાંથી હીરા, જેમ્સ અને જ્વેલરીની આયાત નિકાસ અને વ્યાપારને પ્રોત્સાહન આપવાનો છે તેમજ ડાયમંડ પ્રોડક્શન અને બિઝનેસ સાથે સંકળાયેલી નાની મોટી કંપનીઓ, MSMEને અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ડાયમંડ ટ્રેડીંગનું ગ્લોબલ પ્લેટફોર્મ પૂરૂ પાડવાનો છે. ૧૭૫ દેશોના વેપારીઓને સુરતમાં પોલિશ્ડ ડાયમંડ ખરીદવાનું આગવું પ્લેટફોર્મ મળશે. વિશેષ વાત એ છે કે, કોઈ એક વ્યક્તિએ કે કંપનીએ નહીં, પરંતુ ૪,૨૦૦ વેપારીઓએ સાથે મળીને SDBનો વર્લ્ડ ક્લાસ પ્રોજેક્ટ સાકાર કર્યો છે.
અગાઉ વિશ્વનું સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગ અમેરિકાનું પેન્ટાગોન હતું, જે ૬૫ લાખ ચોરસ ફૂટનું બાંધકામ ધરાવે છે, પરંતુ હવે દુનિયાના સૌથી મોટા બિલ્ડીંગનું સ્થાન ગુજરાતના સુરતમાં ૬૭ લાખ ચોરસ ફૂટમાં નિર્માણ પામેલા ડાયમંડ બુર્સ બિલ્ડીંગે લઈ લીધું છે. એટલું જ નહીં, નવ ટાવરમાં પથરાયેલું આ બિલ્ડિંગ ગ્રીન બિલ્ડિંગ છે, અને નવીનીકરણ તેમજ ગ્રીન એનર્જીમાં સર્વોચ્ચ એવું પ્લેટિનિયમ ગ્રેડેશન પણ ધરાવે છે. સાથે જ વિશ્વની શ્રેષ્ઠ કહી શકાય તેવી તમામ સવલતો અહીં ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
ગુજરાતમાં વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલ સાહેબની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી, સૌથી મોટો સોલાર રિન્યુએબલ એનર્જી પાર્ક-ચારણકા, અમદાવાદમાં સૌથી મોટું નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ જેવા અનેક આયામોથી ગુજરાતની આગવી ઓળખ બની છે, એ જ રીતે હવે સુરતનું ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ હબ બનશે. અહીં દેશવિદેશના ડાયમંડ વેપારીઓને વિશ્વ કક્ષાનું એક નવું વ્યાપાર કેન્દ્ર મળશે. જેનો સીધો લાભ રાજ્ય અને દેશના અર્થતંત્રને થવાની સાથે હજારો લોકોને રોજગારીના અવસરો પણ મળશે.
ડાયમંડ બુર્સ વિશ્વની સૌથી મોટી ઈન્ટરકનેકટેડ બિલ્ડીંગ છે. બુર્સની ૪૫૦૦થી વધુ ઓફિસો એકબીજા સાથે જોડાયેલી છે. દુનિયાભરના ડાયમંડ રો-મટિરિયલની હરાજી, રફ, કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ, સ્ટડેડ જ્વેલરી, ડાયમંડ-ગોલ્ડ-સિલ્વર-પ્લેટિનમ જ્વેલરી સહિતની હાઈ વેલ્યુ ગુડ્ઝ મોટી માત્રામાં અહીં ખરીદ-વેચાણ માટે ઉપલબ્ધ બનશે. અહીં ૨૭ ઈન્ટરનેશનલ જવેલરી શો-રૂમ નિર્માણ પામશે જેમાં દેશવિદેશથી આવતા વ્યાપારીઓ, તેમના પરિવારજનો ડાયમંડ જ્વેલરી ખરીદી શકશે. સુરતના હીરાઉદ્યોગમાં ૨ લાખ કરોડનો વેપાર થાય છે, ડાયમંડ બુર્સ સાકાર થતા તે વધીને ૪ લાખ કરોડ થવાની સંભાવના છે, એટલે કે માત્ર SDB થકી જ વર્ષે ૨ લાખ કરોડનો વ્યાપાર થશે. જેનાથી રાજ્ય અને કેન્દ્ર સરકારને ટેક્સની આવકમાં મોટો લાભ થશે.
આમ, વિશ્વના હીરા ઉદ્યોગને સુરત ડાયમંડ બુર્સના રૂપમાં નવલું નજરાણું મળશે અને ગુજરાતનું સુરત હીરા ઉદ્યોગ ક્ષેત્રે વિશ્વ ફલક પર ઝળહળશે. સાથોસાથ, SDB ગ્લોબલ ટુરિસ્ટ પ્લેસ તરીકે પણ ખ્યાતિ પામશે.

વિશ્વના ૧૦માંથી ૮ હીરાનું કટિંગ, પોલિશીંગ સુરતમાં થાય છે

હીરાના ઉત્પાદનમાં સુરત શહેર વૈશ્વિક એપિસેન્ટર છે. આજે વિશ્વના ૧૦માંથી ૮ હીરાનું કટિંગ, પોલિશીંગ અને પ્રોસેસિંગ સુરતમાં થાય છે. ભારતની કુલ હીરાની નિકાસમાં ગુજરાતનો હિસ્સો ૮૦ % છે. ગુજરાતના ૯૦% હીરાનું કટિંગ, પોલિશીંગ સુરતમાં થાય છે, જે સીધી રીતે આ ઉદ્યોગ ૯ લાખથી વધુ લોકોને રોજગાર આપે છે, એટલે જ સુરતને ‘સિલ્કી સિટી સ્પાર્કલિંગ વિથ ડાયમંડ’નું બિરૂદ આપવામાં મળ્યું છે.

Tags: diamond bours openingmodisurat
Previous Post

સુરતમાં હવે 125 દેશોના ઝંડા ફરકશે – વડાપ્રધાન નરેન્દ્ર મોદી

Next Post

અમેરિકી રાષ્ટ્રપતિની સુરક્ષામાં થઈ ચૂક

dharmendravaghela

dharmendravaghela

Related News

પંજાબમાં ગરીબ રથ એક્સપ્રેસના કોચમાં આગ
તાજા સમાચાર

પંજાબમાં ગરીબ રથ એક્સપ્રેસના કોચમાં આગ

October 18, 2025
ભારત જાઓ અને ક્વાડ સમિટમાં ભાગ લો ટ્રમ્પને અમેરિકન સાંસદોની વિનંતી
આંતરરાષ્ટ્રીય

ભારત જાઓ અને ક્વાડ સમિટમાં ભાગ લો ટ્રમ્પને અમેરિકન સાંસદોની વિનંતી

October 18, 2025
ભારતીય એરફોર્સના ટ્રેનરો હવેથી બ્રિટિશ પાઈલટને આપશે ટ્રેનિંગ
તાજા સમાચાર

ભારતીય એરફોર્સના ટ્રેનરો હવેથી બ્રિટિશ પાઈલટને આપશે ટ્રેનિંગ

October 18, 2025
Next Post
અમેરિકી રાષ્ટ્રપતિની સુરક્ષામાં થઈ ચૂક

અમેરિકી રાષ્ટ્રપતિની સુરક્ષામાં થઈ ચૂક

આતંકીઓ જમ્મુ-કાશ્મીરમાં હુમલાની ફિરાકમાઃ સેના હાઇએલર્ટ પર

આતંકીઓ જમ્મુ-કાશ્મીરમાં હુમલાની ફિરાકમાઃ સેના હાઇએલર્ટ પર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.