રાજ્યમાં ઠંડી અને વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે કહ્યું કે, ચોમસાની પેર્ટન બદલાઈ છે. તેમ શિયાળાની ઋતુ પણ બદલાઈ રહી છે. જેમાં તાપમાનમા વધારો ઘટાડો થયા કરશે. કારણ કે, વેસ્ટન ડિસ્ટર્બન્સ મજબૂત થવો જોઈએ તેવા થયો નથી. જેના કારણે ઠંડી વધી નથી. રાજ્યમા ૨૦ અને ૨૧ ડિસેમ્બરના ઠંડીનો ચમકારો આવશે. તેમણે વરસાદને લઈ પણ એક આગાહી કરી છે. વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે અને ૨૨થી ૨૪ ડિસેમ્બરના માવઠું થવાની શક્યતા રહેશે. જોકે શિયાળુ પાકને ઠંડા વાતાવરણની જરૂર છે પરંતુ ભેજના કારણે કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. તો બીજી તરફ ૨૭થી ૨૯ ડિસેમ્બરના અરબ અને બંગાળના ઉપસાગરમા હલચલ જોવા મળશે. દક્ષિણ ચિન તરફથી આવતા અવશેષો બંગાળના ઉપસાગરમાં આવતા લો પ્રેશર બનશે. આ અરસામા અરબ સાગરમાં વેલ માર્ક લો પ્રેશર બનવાની શક્યતા રહેશે. હવામાનમા વારંવાર પલટો કૃષિ પાકને પ્રભાવિત કરશે